For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાક.માં સત્તા માટે નવી ફોર્મ્યુલા, બિલાવલ પી.એમ., શરીફ રાષ્ટ્રપતિ

06:30 PM Feb 12, 2024 IST | Bhumika
પાક માં સત્તા માટે નવી ફોર્મ્યુલા  બિલાવલ પી એમ   શરીફ રાષ્ટ્રપતિ

પાકિસ્તાનમાં યોજાયેલ નેશનલ એસેમ્બલીની ચૂંટણીની મતગણતરી પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં સામે આવેલા પરિણામોમાં ઈમરાન ખાન દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો જીતી છે. જો કે કોઈ રાજકીય પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નથી. એક તરફ જેલમાં બંધ રહેલા ઈમરાન ખાન પોતાની જીતનો દાવો કરી રહ્યા છે અને ટૂંક સમયમાં સરકાર બનાવશે. બીજી તરફ, નવાઝ શરીફ ચતુરાઈભરી રણનીતિ અપનાવીને ગઠબંધન સરકાર તરફ આગળ વધ્યા છે. આ દરમિયાન અહેવાલો સામે આવ્યા છે કે નવાઝ શરીફ અને આસિફ અલી ઝરદારી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. સરકાર બનાવવા માટે એક નહીં પરંતુ ચાર વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં બિલાવલ ભુટ્ટોને પાકિસ્તાનના પીએમ અને નવાઝ શરીફને રાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે. બીજી તરફ શાહબાઝ શરીફને પંજાબ પ્રાંતની કમાન સોંપવામાં આવી શકે છે.

Advertisement

પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઈમરાન ખાનના સહયોગી 100 બેઠકો જીતીને સૌથી આગળ છે. જ્યારે સેનાની મદદથી નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ માત્ર 74 સીટો જીતવામાં સફળ રહી છે. બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાર્ટી પીપીપી 54 બેઠકો પર જીત સાથે ત્રીજા સ્થાને છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈમરાન ખાન દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારો કોઈપણ કિંમતે અલગ થવા તૈયાર નથી. સેનાના તમામ સમજાવટ અને દબાણ છતાં પણ ઈમરાન ખાન પ્રત્યેની તેમની વફાદારી ઓછી નથી થઈ રહી. આવી સ્થિતિમાં ઈમરાન ખાનને રોકવા માટે નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની ગઠબંધન સરકાર તરફ આગળ વધી રહ્યા છે. જો કે બંનેમાંથી કોઈએ પુષ્ટિ કરી નથી કે તેઓ કઈ ફોર્મ્યુલા પર સરકાર બનાવવા માટે તૈયાર છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે નવાઝ અને ઝરદારી વચ્ચે 4 વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement