દોસ્તીનો નવો અધ્યાય; ભારત, ચીન વચ્ચે સીધી ફલાઇટ્સ શરૂ
અમેરિકા સાથે તણાવ વચ્ચે પાંચ વર્ષ બાદ હવાઇ સેવાનો પ્રારંભ
ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂૂ થવાને બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થવાના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. 2020 માં ગાલવાન ખીણમાં થયેલા લશ્કરી અથડામણ બાદ સંબંધોમાં ખટાશ આવી હતી. ઓગસ્ટમાં શી જિનપિંગને મળ્યા બાદ પીએમ મોદીએ પહેલી વાર ફ્લાઇટ્સ ફરી શરૂૂ કરવાની જાહેરાત કરી હતી. રવિવારે પાંચ વર્ષ પછી ભારત અને ચીન વચ્ચે સીધી હવાઈ સેવાઓ ફરી શરૂૂ થઈ જ્યારે કોલકાતા અને ગુઆંગઝુ વચ્ચે ઇન્ડિગો એરલાઇન્સની નોનસ્ટોપ ફ્લાઇટ રાત્રે 10 વાગ્યે રવાના થઈ. અધિકારીઓએ જણાવ્યું હતું કે 2020 પછી આ ભારતીય શહેરથી ચીનની પ્રથમ ફ્લાઇટ હતી.
કોવિડ-19 રોગચાળા અને સરહદી તણાવને કારણે બંને દેશો વચ્ચે સીધી હવાઈ કનેક્ટિવિટી લાંબા સમયથી ખોરવાઈ ગઈ હતી. ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ફ્લાઇટ દરરોજ કાર્યરત થશે. ફ્લાઇટ રવાના થાય તે પહેલાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (NSCBI) ખાતે એક સંક્ષિપ્ત સમારોહ યોજાયો હતો. એક ચીની મુસાફરે નવી મિત્રતા અને સહયોગનું પ્રતીક બનાવવા માટે દીવો પ્રગટાવ્યો.
ચીનના ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ, કિન યોંગે રવિવારે જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારત-ચીન સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાંચ વર્ષના સસ્પેન્શન પછી દ્વિપક્ષીય સંબંધોમાં આ એક મોટો સુધારો છે. અમે લાંબા સમયથી આની અપેક્ષા રાખી રહ્યા છીએ, અને તે આપણા દ્વિપક્ષીય સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
