For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉતાવળા સો બહાવરા: ટ્રમ્પની જલ્દબાજી અમેરિકા અને વિશ્ર્વને પરવડી શકે તેમ નથી

10:35 AM Jan 21, 2025 IST | Bhumika
ઉતાવળા સો બહાવરા  ટ્રમ્પની જલ્દબાજી અમેરિકા અને વિશ્ર્વને પરવડી શકે તેમ નથી

અંતે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાના પ્રમુખપદે તાજપોશી થઈ ગઈ. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં જીતનારા ઉમેદવારની 20 જાન્યુઆરીએ શપથવિધિની પરંપરા છે. આ પરંપરાનું પાલન કરીને ટ્રમ્પે પણ શપથ લીધા અને ચાર વર્ષના ગાળા પછી ફરી દુનિયામાં સૌથી શક્તિશાળી શાસક બની ગયા. આવતાવેંત તેમણે ધડાધડ નિર્ણયો લઇ બ્રિકસ દેશોને ધમકી, પેરિસ કલાઇમેન્ટ ચેન્જ અને હુ માંથી બહાર નીકળવાની જાહેરાત કરી દીધી છે.

Advertisement

અમેરિકામાં પ્રમુખ પાસે અમર્યાદિત સત્તાઓ છે. અમેરિકામાં પ્રમુખ એક્ઝિક્યુટિવ ઑર્ડર બહાર પાડી શકે છે. પ્રમુખ દ્વારા એકપક્ષીય રીતે જાહેર કરવામાં આવતા એક્ઝિક્યુટિવ ઑર્ડર માટે અમેરિકાની સંસદ એટલે કોંગ્રેસની મંજૂરીની જરૂૂર નથી હોતી. કોંગ્રેસ એક્ઝિક્યુટિવ ઑર્ડરને બદલી ના શકે તેથી આ ઑર્ડર તરત અમલી બનતા હોય છે. એક્ઝિક્યુટિવ ઑર્ડરને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે, પણ તેમાં બહુ સમય જાય છે તેથી એક્ઝિક્યુટિવ ઓર્ડરને પ્રમુખનું ખાસ હથિયાર માનવામાં આવે છે. અમેરિકાની પ્રજા માટે અને અમેરિકાના ભવિષ્ય માટે આ બધા એક્ઝિક્યુટિવ ઑર્ડર મહત્વના છે તેથી અમેરિકામાં તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, પણ ભારત માટે વધારે મહત્ત્વની બાબત ટ્રમ્પની આર્થિક અને વિદેશ નીતિઓ છે.

ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતથી આવતા માલ- સામાન પર 100 ટકા ટેક્સ લાદવાથી માંડીને ભારતીયોના અમેરિકામાં પ્રવેશ સહિતના મુદ્દે આકરું વલણ અપનાવવાની ધમકીઓ આપેલી. આ પૈકી ટ્રમ્પ કેટલી ધમકીઓનો અમલ કરે છે અને કયારે કરે છે તેના પર ભારતની નજર છે. ભારતનું અર્થતંત્ર જબરદસ્ત વિકાસ કરી રહ્યું છે એવું ફુલગુલાબી ચિત્ર ઊભું કરાયું છે, પણ વાસ્તવિકતા અલગ જ છે તેનો અહેસાસ સૌને થઈ જ ગયો છે. મોદી સરકાર રૂૂપિયાનું પતન રોકી શકતી નથી, નિકાસ વધારી શકી નથી કે ભારતની બીજા દેશો પરની નિર્ભરતા પણ ઓછી કરી નથી શકી. આ સંજોગોમાં ટ્રમ્પ ચાવી ટાઈટ કરે તો ભારત માટે પડતા પર પાટું જેવી હાલત થાય. ટ્રમ્પનાં પગલાંને કારણે ભારતની નિકાસ ઓછી થાય એ આપણને કોઈ કાળે પરવડે તેમ નથી તેથી આશા રાખીએ કે ટ્રમ્પ એવું કશું ના કરે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement