For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોતથી બચવા અમેરિકામાં જમીનની 200 ફૂટ નીચે બનશે બંકરોની હાઇટેક દુનિયા

11:09 AM Jan 31, 2025 IST | Bhumika
મોતથી બચવા અમેરિકામાં જમીનની 200 ફૂટ નીચે બનશે બંકરોની હાઇટેક દુનિયા

પરમાણું હુમલાથી પણ બચી શકાશે, 172 કરોડ રૂપિયાનું એક ઘર, AI આધારિત તમામ સુવિધા

Advertisement

અમેરિકાની એક કંપનીએ જમીનની 200 ફીટ નીચે એવાં બંકર બનાવવાનો પ્લાન તૈયાર કર્યો છે જેમાં મોતથી બચવા માટે લોકો રહી શકશે, કોઈ આફત વખતે આ ઘર ખરીદનારા લોકો એમાં જઈને રહી શકશે અને પોતાને બચાવી શકશે. આ બંકરોમાં પરમાણુ હુમલા અને ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સિસ જેવા ખતરાથી પણ બચી શકાશે. બંકરના આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 300 મિલ્યન ડોલર (આશરે 2590 કરોડ રૂૂપિયા) ધારવામાં આવ્યો છે જેમાં એક ઘરની કિંમત 20 મિલ્યન ડોલર (આશરે 172 કરોડ રૂૂપિયા) રહેશે.

આ બંકરો આલીશાન મહેલથી ઓછાં નહીં હોય. એમાં વાઇટહાઉસ સ્તરની સિક્યોરિટી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. એમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત મેડિકલ સુવિધા અને રોબોટિક સ્ટાફ ઉપલબ્ધ હશે. 2026માં પહેલું બંકર હાઉસ વર્જિનિયામાં ખોલવામાં આવશે. પહેલાં અમેરિકાનાં તમામ મોટા શહેરોમાં આ બંકર બનાવવામાં આવશે અને પછી દુનિયાભરનાં 1000 શહેરોમાં આવાં બંકર બનાવવાની યોજના કંપનીએ ઘડી કાઢી છે.

Advertisement

વર્જિનિયાસ્થિત સ્ટ્રેટેજિકલી આર્મ્ડ ઍન્ડ ફોર્ટિફાઇડ એન્વાયર્નમેન્ટ્સ (જઅઋઊ) નામની કંપનીએ આ યોજના બનાવી છે. બંકરોમાં પ્રાઇવસી અને સુરક્ષા સામેલ હશે. એમાં ભોજન અને વેલ્ફેર પ્રોગ્રામ પણ ઉપલબ્ધ હશે. પહેલાં બંકરો વર્જિનિયાના 625 ધનવાન લોકો માટે બનાવવામાં આવી રહ્યાં છે. બંકરોમાં શાહી અને સ્વાદિષ્ટ ખાવાનું મળશે. એમાં એક ઇન્ડોર સ્વિમિંગ-પૂલ, કોલ્ડ પ્લંજ સેન્ટર, બોલિંગ ઍલી અને ક્લાઇમ્બિંગ વોલ જેવી હાઇ-ફાઇ સુવિધા રહેશે. અહીં રહેનારા લોકો માટે 2000 ચોરસ સ્ક્વેર ફીટના સ્વીટ્સ અને અન્ડરગ્રાઉન્ડ પેન્ટહાઉસ પણ મળશે જે 20,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલાં હશે.

આ ઘર જમીનની ઉપર એક ફ્લોરના હશે પણ જમીનની નીચે 200 ફીટ ઊંડે હશે અને એમાં હાઇટેક લિફ્ટ ફિટ કરવામાં આવશે જે થોડી મિનિટોમાં બહારની દુનિયામાં લાવી શકશે. અહીં લાગનારી લાઇટ પેનોરેમિક વ્યુ આપશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement