For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રેમમાં પાગલ યુવતીએ પરિવારના 13 સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા

05:51 PM Oct 07, 2024 IST | Bhumika
પ્રેમમાં પાગલ યુવતીએ પરિવારના 13 સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા

પાકિસ્તાનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીએ પોતાના પ્રેમ ખાતર પોતાના આખા પરિવારને બરબાદ કરી દીધો. પોલીસે જણાવ્યું કે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક યુવતીની તેના પરિવારના 13 સભ્યોની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

પોલીસે જણાવ્યું કે, યુવતીનો પરિવાર તેની મરજી મુજબ તેના લગ્ન કરાવવા તૈયાર નહતો. પોલીસે વધુમાં જણાવ્યું કે, આ મૃત્યુ 19 ઓગસ્ટના રોજ ખૈરપુર નજીક હૈબત ખાન બ્રોહી ગામમાં થયા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, યુવતી જ્યારે તેના પરિવારે તેને તેની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની મંજૂરી ન આપી ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી.

પોલીસે જણાવ્યું કે આ પછી તેણે તેના પ્રેમી સાથે મળીને તેના માતા-પિતા સહિત પરિવારના સભ્યોને ઝેર આપવાનું કાવતરું ઘડ્યું. ખૈરપુરના વરિષ્ઠ પોલીસ અધિકારી ઇનાયત શાહે કહ્યું, ભોજન ખાધા પછી તમામ 13 સભ્યો બીમાર પડ્યા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તમામના મોત થઈ ગયા. જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ લોકોનું મોત ઝેરી ખોરાકને કારણે થયું છે.

Advertisement

તેણે કહ્યું કે, જ્યારે પોલીસે ઝીણવટભરી તપાસ કરી તો જાણવા મળ્યું કે દીકરી અને તેના પ્રેમીએ ઘરમાં રોટલી બનાવવા માટે વપરાતા ઘઉંમાં ઝેર ભેળવ્યું હતું. શાહે કહ્યું, યુવતી ગુસ્સામાં હતી કારણ કે તેનો પરિવાર તેની પસંદના છોકરા સાથે તેના લગ્ન કરવા તૈયાર ન હતો.થ તેણે કહ્યું, યુવતીએ તેના પ્રેમીની મદદથી ઘઉંમાં ઝેર ભેળવ્યું હોવાનું કબૂલ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement