પાંચ-છ વર્ષનો બાળક વાડમાંથી સરકી વ્હાઇટ હાઉસમાં પહોંચ્યો
સલામતી રક્ષકોએ આખરે મા-બાપને સોંપ્યો
વિશ્વ રાજકારણનાં કેન્દ્રબિંદુ સમાન વ્હાઈટ હાઉસ પર તો અત્યારે ગાંભીર્યની ચાદર છવાઈ રહી છે. ફર્સ્ટ સીટીઝન ઓફ વર્લ્ડ (પ્રમુખ) અને ફર્સ્ટ લેડીથી શરૂૂ કરી વ્હાઈટ હાઉસના તમામ અધિકારીઓ અહીં સુરક્ષીત માનવામાં આવે છે.
તેવામાં પાંચ-છ વર્ષના બાળકે રંગભીની રમૂજ ફેલાવી દીધી છે. વાત એમ બની છે કે ગઈકાલે સાંજે પોતાનાં બાળકને વ્હાઈટ હાઉસ દેખાડવા એક દંપતિ વ્હાઈટ હાઉસ પાસે પહોંચ્યું ત્યારે તેની બહારની પાસે રહેલી પોલાદના નાના સ્તંભોની રેલિંગ તે પછી મેઈન વાડ તે બધામાંથી સરકી પેલો પાંચ વર્ષનો બાળક વ્હાઈટ હાઉસની લોન ઉપર પહોંચી ગયો. ત્યાં સલામતી રક્ષકનું ધ્યાન જતાં તેને ઊંચકી તેડી લીધો.
તેને પૂછ્યું કે તું શું કામ અહીં ઘૂસ્યો ત્યારે કહે કે હું અહીં રહેલાં લીલીનાં પુષ્પો સાથે રમવા માગતા હતો. આ પછી સલામતી રક્ષકોએ તે બાળકને તેનાં માતા-પિતાને સોંપી દીધો.