ટેરિફ વોરના વિરામથી શેર-સોના-ચાંદી-ક્રૂડમાં તેજીનું તોફાન
અમેરિકાના શેરબજારમાં 24 વર્ષનો સૌથી મોટો ઉછાળો, જાપાન-તાઇવાન-કોરિયાના ઇન્ડેક્સ 9% સુધી વધ્યા, ક્રૂડમાં 5%નો જમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના દેશો સામે ટેરીફ વોર 90 દિવસ માટે મુલતવી રાખતા જ વિશ્ર્વભરના વેપાર-ઉદ્યોગમાં રાહતની લાગણી ફેલાયેલ છે અને વિશ્ર્વભરનાં શેરબજારોમા ફરી તેજીની રોનક જોવા મળી છે જયારે છેલ્લા કેટલાક દિવસથી તુટી રહેલ સોના-ચાંદીમાં પણ તેજીનુ તોફાન આવ્યુ છે અને રાતોરાત સોના-ચાંદીના ભાવો રેકોર્ડ સપાટીએ પહોંચી ગયા છે. સોનામા રાતોરાત બિસ્કીટે 35 હજારનો અને ચાંદીમાં કિલોએ રૂા. 2700નો ઉછાળો નોંધાયો છે. ક્રૂડ ઓઇલમા 4.7પ ટકા જેવી તેજી જોવા મળતા બેરલામા ફરી 7પ ડોલરને પાર થઇ ગયો છે. જયારે અમેરિકા તેમજ વિશ્ર્વભરના શેર બજારમા જોરદાર તેજી જોવા મળી છે. અમેરિકાના શેરબજારમા 24 વર્ષનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આયાત જકાત પર 90 દિવસના પ્રતિબંધની જાહેરાત કર્યા બાદ બુધવારે યુએસથી જાપાન સુધીના શેરબજારોમાં ઉછાળો આવ્યો હતો. SP 500 એ 2008 પછીનો સૌથી મોટો એક-દિવસીય વધારો નોંધાવ્યો હતો, જ્યારે ડોલર મજબૂત થયો હતો અને ટ્રેઝરી બોન્ડ્સે તેમનો ઘટાડો અટકાવ્યો હતો. તેની અસર આજે સ્થાનિક શેરબજાર પર જોવા નહીં મળે, કારણ કે ભારતીય શેરબજાર આજે 10 એપ્રિલે મહાવીર જયંતિ 2025 ના કારણે બંધ રહેશે. તેથી, આજે ઇક્વિટી બજારોમાં કોઈ વેપાર થશે નહીં.
ટ્રમ્પે ચીનમાંથી આયાત પર 125% ટેરિફ વધાર્યા અને 90 દિવસ માટે ઘણા દેશો પર ટેરિફ અટકાવી દીધા. જેના કારણે બજારોને રાહત મળી હતી. SP 500 9.5% વધ્યો, જયારે નાસ્ડેકમા 2001 પછીનો તેમનો સૌથી મોટો ઉછાળો નોંધાતા 12.2 ટકા ઉછળ્યો હતો. ડાઉ જોન્સે 7.87 ટકાનો ઉછાળો નોંધાવ્યો. જો કે 90 દિવસ પછી પણ રોકાણકારો હજુ પણ પરિસ્થિતિને લઈને ચિંતિત છે. ડોઇશ બેંકના વિશ્ર્લેષકોએ ચેતવણી આપી છે કે ટ્રમ્પની ટેરિફ નીતિએ બજારના વિશ્વાસને હચમચાવી નાખ્યો છે, જેનાથી વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા વધી શકે છે.
યુરોપીયન શેરબજાર STOXX 600 3.5% ઘટ્યો, પરંતુ ટ્રમ્પના નિવેદન બાદ યુએસ બજારોએ વેગ પકડ્યો. જાપાનનો નિક્કી 10%થી વધુ વધ્યો. નિક્કી ઇન્ડેક્સ 7.38% ઊંચો ટ્રેડ થયો હતો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 7.12% ઊછળ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 5.4% વધ્યો, જ્યારે કોસ્ડેક 4.61% વધ્યો. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ થોડો નબળો ઓપનિંગ દર્શાવે છે. ઓસ્ટ્રેલિયાના SP/ASX 200 ફ્યુચર્સ ઇન્ડેક્સે 7%નો વધારો દર્શાવ્યો છે. માર્ચ 2020 પછી આ તેનો સૌથી મોટો ફાયદો હશે. ટેરિફ પર રોક લગાવવાથી ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ઉછાળો આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ 4.23% (65.48 પ્રતિ બેરલ) વધ્યું અને ઠઝઈં 4.65% (62.35) વધ્યું.