For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચાલુ રમજાને સીરિયામાં ભયંકર ગૃહયુદ્ધમાં 70 નાગરિકોના મોત

05:32 PM Mar 07, 2025 IST | Bhumika
ચાલુ રમજાને સીરિયામાં ભયંકર ગૃહયુદ્ધમાં 70 નાગરિકોના મોત

મુસ્લિમ દેશ સીરિયામાં પવિત્ર રમઝાનના મહિનામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. અસદના સમર્થકો અને સીરિયામાં સત્તા પર રહેલા એચટીએસ (હયાત-તાહિર અલ-શામ)ના લડાકુઓ વચ્ચે આ યુદ્ધ ફાટી નીકળ્યું છે. ગુરુવારે મોડી રાત્રે સીરિયાના લટકિયા શહેરમાં બે જૂથો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.

Advertisement

મીડિયા રિપોર્ટ અનુસાર, ગુરૂૂવારે મોડી રાત્રે થયેલા આ ભીષણ યુદ્ધમાં આશરે 70 લોકો માર્યા ગયા છે. હુમલાખોરોએ એકબીજા પર રોકેટ લોન્ચર્સ વડે હુમલો કર્યો હતો. આ હિંસાને જોતાં સીરિયામાં ફરી એકવાર અશાંતિનો માહોલ સર્જાવવાની શક્યતા વધી છે.

બશર અલ-અસદને હટાવીને સીરિયામાં સત્તા પર આવેલા હયાત-તાહિર અલ-શામના લડાકૂઓએ અસદના સમર્થકોના ઘરો પર ગોળીબાર કર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. સીરિયન સુરક્ષા દળોએ એક ઈમારત પર ગોળીબાર કર્યો હતો. આ ઈમારતમાં પૂર્વ વડા અસદની સરકારના જનરલ ઈન્ટેલિજન્સ રહે છે. ગોળીબાર કર્યા બાદ અસરની જનરલ ઈન્ટેલિજન્સના અધિકારીઓની ધરપકડ કરી હતી.

Advertisement

યુદ્ધની આગમાં ભભૂકી રહેલા ગાઝા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણાની ચર્ચા થઈ રહી છે. ટ્રમ્પ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા પ્રયત્નશીલ બન્યા છે. ટ્રમ્પ યુક્રેનમાં પણ યુદ્ધ અટકાવવા પગલાં લઈ રહ્યા છે. બીજી બાજુ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ગાઝામાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો પણ કરી રહી છે. જો કે, સીરિયામાં સત્તા પરથી હટાવી દેવામાં આવેલા અસદ અને એચટીએસના લડાકુઓ અવારનવાર અથડામણ કરી રહ્યા છે. જેને ધ્યાનમાં લેતાં સીરિયામાં ફરી એકવાર યુદ્ધનો માહોલ સર્જાઈ શકે છે.

ડિસેમ્બરની શરૂૂઆતમાં ઈસ્લામવાદી હયાત તહરીર અલ-શામના નેતૃત્વમાં વિદ્રોહી જૂથોએ અસદ શાસનને હચમચાવી દીધુ હતું. અસદનો લાંબા કાર્યકાળનો અંત લાવ્યા હતા. અસદનું શાસન બચાવવા ઈરાકના 300 જેટલા લડાકૂઓ સરકારની મદદે ગયા હતાં. પરંતુ અસદનો સત્તાપલટો બચાવી શક્યા ન હતાં. સરમુખત્યાર અસદ લગભગ 24 વર્ષથી સીરિયામાં શાસન કરી રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement