પાક.માં 7 આતંકી હુમલા, 16 સૈનિકનાં મોત
ખૈબર પખ્તુનખ્વામાં રાત્રે તહરીક -એ-તાલીબાનનો પાક. સૈન્યના કાફલા પર હુમલો, અનેક વાહનો સળગાવી દેવાયા
બલુચિસ્તાનમાં 24 કલાકની અંદર ઓછામાં ઓછા સાત વિસ્ફોટ થયા. બલુચિસ્તાનના નોકુંડીમાં ફ્રન્ટિયર કોર્પ્સના મુખ્યાલયના ગેટ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરે પોતાને બોમ્બથી ઉડાવી દીધો. ગોળીબાર શરૂૂ થયો. વહીવટીતંત્રનો દાવો છે કે હુમલો તહરીક-એ-તાલિબાન દ્વારા કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની અર્ધલશ્કરી દળના મુખ્યાલય પર હુમલા બાદ શરૂૂ કરાયેલા ઓપરેશનમાં ત્રણ હુમલાખોરો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ફ્રન્ટિયર કોર્પ્સ ઓફ બલુચિસ્તાન સાઉથના જણાવ્યા અનુસાર, મુખ્યાલયના ગેટ પર જોરદાર અવાજ સંભળાયો. સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી શરૂૂ કરી. ઓછામાં ઓછા છ હુમલાખોરો મુખ્યાલયમાં ઘૂસ્યા હોવાનું જાણવા મળ્યું. દળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી બધા આતંકવાદીઓ માર્યા ન જાય ત્યાં સુધી આ કાર્યવાહી સમાપ્ત થશે નહીં. સ્થાનિક અહેવાલો અનુસાર, સુરક્ષા દળો દરેક રૂૂમની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP ) નામનું સંગઠન વારંવાર પાકિસ્તાની સેના અને પોલીસને નિશાન બનાવે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના સમર્થનથી, TTP એ પાકિસ્તાનમાં આતંક ફેલાવ્યો છે. TTP અને સેના વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં, બંને પક્ષો એકબીજા પર હુમલો કરવાની કોઈ તક ગુમાવતા નથી. હવે, ફરી એકવાર, TTP એ પાકિસ્તાની સેના પર હુમલો કરીને ઊંડો ઘા કર્યો છે.
TTP દ્વારા પાકિસ્તાની સેના પર હુમલો કરવાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં, TTP એ રવિવારે રાત્રે પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કર્યો. હુમલા સમયે, પાકિસ્તાની સેનાનો કાફલો બન્નુ જિલ્લાના મોમંડ ખેલ શહેરમાં આઝાદ મંડી બજાર તરફ આગળ વધી રહ્યો હતો. અચાનક થયેલા હુમલાથી પાકિસ્તાની સૈનિકો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેમને તેની અપેક્ષા નહોતી.
આ TTP હુમલાને કારણે પાકિસ્તાની સેનાના વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. સોશિયલ મીડિયા પર પણ વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે, જેમાં TTP હુમલા પછી પાકિસ્તાની સેનાના વાહનો સળગતા જોવા મળી રહ્યા છે.
આ TTP હુમલામાં 16 જેટલા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. અગાઉ, મૃત્યુઆંક 10 હોવાનું જણાવાયું હતું, જે પછીથી વધીને 16 થયો હતો. પાકિસ્તાની સેનાએ હુમલા બાદ ઘટનાની તપાસ શરૂૂ કરી છે. સેનાના કાફલા પર હુમલો કરનારા TTP ના આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે.