ચીનમાં એકસાથે 7 સૂરજ દેખાયા
ખગોળ પ્રેમીઓ ખુશખુશાલ, લાઇટ રિફ્લેક્શનમાં ઓટિટકલ ઇલ્યુઝન કારણરૂપ
ચીનના ચેંગડૂ શહેરમાં આકાશમાં 7 સૂરજ જોવા મળ્યા હતા. ચેંગડૂના આકાશમાં આ આશ્ચર્યજનક અને રહસ્યમય પ્રાકૃતિક ઘટના સર્જાઈ હતી, જેમાં શહેર 7 સૂર્યોથી ચમકી ઉઠ્યું હતું. 18 ઓગસ્ટનો વીડિયો ચીની સોશિયલ સાઇટ વીબો પર શેર કર્યો હતો અને દુનિયાભરમાં તે વાઇરલ થઈ ગયો હતો. આ વીડિયોમાં આકાશમાં 7 સૂરજ જોઈ શકાય છે. તેમાંથી એક વાદળની પાછળ છે અને બાકીના તમામની ચમકની તીવ્રતા અને રંગનું તાપમાન અલગ અલગ છે. એક મિનિટ સુધી લોકોને આકાશમાં આ નજારો જોવા મળ્યો હતો.
રિપોર્ટ અનુસાર, વીડિયોને ચેંગડૂના એક સ્થાનિક રહેવાસીએ કેમેરામાં કેદ કર્યો છે. આ વ્યક્તિએ કહ્યું કે, આકાશમાં આ રહસ્યમય દૃશ્ય લગભગ 1 મિનિટ સુધી દેખાયું હતું. તેને તેમના સિવાય પણ કેટલાય અન્ય લોકોએ જોયું અને તેની તસવીરો લીધી. સ્થાનિક લોકોમાં આ ઘટના ખૂબ જ ચર્ચાનો વિષય બની છે.
આકાશમાં એકથી વધારે સૂરજ કેવી રીતે દેખાય શકે? તેના પર રિપોર્ટ કહે છે કે, લાઈટ રિફ્લેક્શનમાં ઓપ્ટિકલ ઈલ્યુઝન આ ઘટનાનું કારણ બન્યું છે. આકાશમાં વધારાના છ સૂરજ આપણા સૌર મંડળમાં કોઈ જાદુથી પ્રગટ થયા નથી, પણ આ ઘટના પ્રકાશ અપવર્તન અને સ્તરિત ગ્લાસનું પ્રતિબિંબના કારણે થનારી એક સામાન્ય ઓપ્ટિકલ ભ્રમ સાથે જોડાયેલી છે. ડિમ સન ડેલી એચકેએ સિચુઆન સોસાયટી ફોર એસ્ટ્રોનોમી એમેચ્યોરના ઉપાધ્યક્ષ જેંગ યાંગ કસેએ તેના પર વાત કહી. તેમણે આ પ્રકારે એકથી વધારે સૂરજ દેખાવાની વાત પર કહ્યું કે, કાંચની દરેક પરત એક અન્ય આભાસી છબી ઊભી કરે છે.
ક્યારેક ક્યારેક કાંચના એક જ ફલક સાથે પણ આભાસી છબીની સંખ્યા જોવાના આધાર પર અલગ અલગ કોણ પર અલગ હોય શકે છે. આ જ કારણ છે કે, કેવી રીતે અનેક સૂર્ય એક સૂર્યથી બીજા સુધી અને ધુંધળા દેખાય છે.