ચિલી-આર્જેન્ટિનામાં 7.4નો ભૂકંપ, સુનામીની ચેતવણી
05:54 PM May 03, 2025 IST
|
Bhumika
Advertisement
દક્ષિણ અમેરિકાના દેશ ચિલી અને આર્જેન્ટિનામાં શુક્રવારે આવેલા 7.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને કારણે લોકોમાં ભારે ગભરાટ વ્યાપી જવા પામ્યો હતો. ભૂકંપને પગલે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જોકે ભૂકંપને લીધે જાનહાનિના કોઈ અહેવાલ સાંપડ્યા નથી. ભૂકંપના આ આંચકા ચિલી અને આર્જેન્ટિનાના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં વધુ અનુભવાયા હતાં.
Advertisement
ભૂકંપનું એપિસેન્ટર ડ્રેક પેસેજમાં 219 કિ.મી. દૂર નોંધાયું હતું. સુનામની ચેતવણીને પગલે સમુદ્ર કિનારે વસતાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. સુનામીની ચેતવણી પણ થોડાંક કલાકો બાદ હટાવી લેવાઈ હતી. સ્થાનિક મીડિયા અનુસાર, ચિલીના પુન્ટા એરેનાસ અને આર્જેન્ટિનાના રિયો ગાલેગોસ શહેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં.
Next Article
Advertisement