ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

640 કરોડનો વિલા, 300 કરોડનું જેટ, 180 કરોડની યોટ

04:48 PM Jul 22, 2024 IST | Bhumika
Advertisement

અનંત-રાધિકાને બુગાટી કાર, હેલિકોપ્ટર સહિતની અબજોની ભેટ-સોગાદો મળી

Advertisement

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન તો 12 જુલાઈએ પતી ગયા પરંતુ હજુ આ લગ્ન સોશિયલ મીડિયા પર ખુબ છવાયેલા છે. કારણ કે દેશ વિદેશની મોટી મોટી હસ્તીઓ આ લગ્નમાં સામેલ થઈ હતી.

પ્રી વેડિંગ અને વેડિંગ ફંક્શનના ફોટા અને વીડિયો હજુ પણ વાયરલ થઈ રહ્યા છે. લગ્નની માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં ચર્ચા છે. હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને કોણે શું ગિફ્ટ આપી તે અંગે પણ ચર્ચાઓનું બજાર ખુબ ગરમ છે. જાત જાતના રિપોર્ટ્સમાં અલગ અલગ દાવા થઈ રહ્યા છે. જો કે મુકેશ અંબાણીએ પણ લોકોને રિટર્ન ગિફ્ટ આપવામાં જરાય બાકી રાખ્યું નથી. અનેક લોકોને મોંઘીદાટ 2 કરોડની ઘડિયાળ ભેટમાં અપાઈ છે. હવે રિપોર્ટ્સમાં એવો દાવો થઈ રહ્યો છે જે મુજબ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને ખુબ જ મોંઘીદાટ ગિફ્ટ્સ મળી છે.

રિપોર્ટ્સ મુજબ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ કેટલીક લક્ઝુરિયસ ગિફ્ટ્સ આપી છે. જેમાં દુબઈના પામ જુમેરાહમાં 3000 સ્ક્વેરફૂટ એરિયાનો એક લક્ઝૂરિયસ બંગલો ગિફટ કર્યો છે. જેમાં 10 બેડરૂૂમ છે અને એક પ્રાઈવેટ બીચ પણ છે જેની કિંમત 640 કરોડ રૂૂપિયા હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત અનંતને જેની કિંમત 5.42 કરોડ છે તે અને રાધિકાને 21.7 કરોડનું Cartier brooch અને 108 કરોડના પર્લ અને ડાઈમંડ ચોકર સહિતની કસ્ટમમેઈડ જ્વેલરી પણ ભેટમાં મળી છે.

એવો દાવો થઈ રહ્યો છે કે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કપલ માટે 300 કરોડ રૂૂપિયાનું પ્રાઈવેટ જેટ મોકલ્યું છે. તો અમેઝોનના ફોર્મર પ્રેસિડેન્ટ અને સીઈઓ જેફ બેજોસેર કપલને 11.50 કરોડ રૂૂપિયાની બુગાટી કાર ભેટમાં આપી છે.

અમેરિકન અભિનેતા અને પ્રોફેશનલ રેસલર જ્હોન સીનાએ તેમને 3 કરોડ રૂૂપિયાની લેમ્બોર્ગિની કાર ભેટમાં આપી હોવાનો દાવો છે. જ્યારે સુંદર પિચાઈએ નવ પરિણીત દંપત્તિને 100 કરોડનું હેલિકોપ્ટર ભેટમાં આપ્યું હોવાનું રિપોર્ટમાં દાવો છે.

બિલ ગેટ્સે 9 કરોડની ડાઈમંડ રિંગ ભેટમાં આપી હોવાનો રિપોર્ટમાં ખુલાસો છે. જો કે એક્સ પર અન્ય એક ક્લિપ પણ વાયરલ થઈ છે જેમાં અનંત અને રાધિકાને લક્ઝુરિયસ ુફભવિં કે, જેની કિંમત 180 કરોડ રૂૂપિયા હોવાનું કહેવાય છે તે આપી છે. અને ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાંકા ટ્રમ્પે કપલને અમેરિકામાં એક અતિભવ્ય મેન્શન ભેટમાં આપ્યું હોવાનું કહેવાય છે જેની કિંમતે અંદાજે 80 કરોડ રૂૂપિયા છે.

બોલીવુડ હસ્તીઓએ શું આપ્યું ભેટમાં?
બોલીવુડ લાઈફના એક રિપોર્ટ મુજબ કેટરીના કૈફ અને વીકી કૌશલે 19 લાખ રૂૂપિયાની ગોલ્ડ ચેન આપી છે. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 25 કરોડની હેન્ડમેલ શાલ, અક્ષયકુમારે 60 લાખની ગોલ્ડ પેન, આ ઉપરાંત શાહરૂૂખ ખાને ફ્રાન્સમાં 40 કરોડનો લેવિશ એપાર્ટમેન્ટ, બચ્ચન પરિવારે 30 કરોડનો નેકલેસ, આલિયા અને રણબીર કપૂરે 9 કરોડની મર્સિડિઝ, સલમાન ખાને 15 કરોડની સ્પોર્ટ્સ બાઈક, રણવીર સિંહ અને દીપિકાએ 20 કરોડની રોલ્સ રોયસ ગાડી ભેટમાં આપી છે.

Tags :
Anant-Radhika Weddingindiaindia newsworld
Advertisement
Next Article
Advertisement