ભારતીયો વગર કેનેડાની 600 કોલેજો બંધ, 10000ની નોકરી ગઇ
ભારતીય વિદ્યાર્થીઓની ટયુશન ફી પર નભતી કોલેજો સામે અસ્તિત્વની કટોકટી, અર્થતંત્ર પણ ડામાડોળ
કેનેડાની કોલેજ ભારતીય વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશનમાં ભારે ઘટાડાના કારણ ગંભીર નાણાંકીય સંકટનો સામનો કરી રહી છે. જેના કારણે લગભગ 10 હજાર કર્મચારીઓની છટણી થઈ ચુકી છે અને 600થી વધુ લોકપ્રિય કોર્સ બંધ અથવા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઓન્ટારિયો પબ્લિક સર્વિસ એમ્પ્લોઇઝ યુનિયન (OPSEU) અનુસાર, આ છટણી શિક્ષણ, વહીવટી અને સહાયક ભૂમિકાઓમાં વ્યાપક રહી છે, જે દર્શાવે છે કે કેનેડિયન કોલેજ કઈ હદ સુધી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ટ્યૂશન ફી પર નિર્ભર છે.
કેનેડિયન કોલેજો, ખાસ કરીને ઓન્ટારિયોની 24 જાહેર કોલેજો, લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓની ઊંચી ટ્યુશન ફી પર આધાર રાખે છે. 2023માં, ઓન્ટારિયોની કોલેજોમાં 60% થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભારતના હતા. જોકે, કેનેડિયન સરકારે આ વર્ષની શરૂૂઆતમાં સ્ટડી પરમિટ પર મર્યાદા લાદી હતી, જેનો હેતુ આવાસ અને જાહેર સેવાઓ પર દબાણ ઓછું કરવાનો હતો. આ નીતિના પરિણામે નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 48% ઘટાડો થયો હતો, જેમાં ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થયા હતા. આ નીતિના પરિણામે કોલેજોના નાણાંકીય પ્રવાહમાં ઘટાડો થયો છે.
કારણ કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવાહમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)ના ડેટા અનુસાર, 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીય નાગરિકોને 31% ઓછી સ્ટડી પરમિટ જારી કરવામાં આવી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 44,295 થી ઘટીને 30,650 થઈ ગઈ છે. ઘણી કોલેજોમાં ખાસ કરીને ઓન્ટારિયો પ્રાંતમાં, ભારતીય વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીના અડધાથી વધુ હિસ્સો ધરાવે છે, જે ટ્યુશન ફીનો મુખ્ય સ્ત્રોત છે. તેમની ગેરહાજરીએ કોલેજોના બજેટમાં ઊંડો ખાડો કરી દીધો છે. OPSEUના પ્રમુખ જે.પી હોર્નિકના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના નુકસાનથી કોલેજ સ્ટાફ પર વિનાશક અસર પડી રહી છે.
કોલેજોએ તેના જવાબમાં અનેક કાર્યક્રમ રદ કર્યા છે, અભ્યાસક્રમોની સંખ્યા ઘટાડી છે અને સ્ટાફની છટણી કરી છે. સરકાર પાસેથી મળતો ફંડ પહેલાંથી જ સ્થિર હતો અને હવે નવો ઝટકો કોલેજો માટે ભારે સંકટ સાબિત થઈ રહ્યા છે. ઞઙજઊઞ એ ચેતવણી આપી છે કે, જો સરકારે કટોકટીમાં મદદ ન કરી, તો આવનારા મહિનાઓમાં કેનેડાની કેન્દ્રીય અને પ્રાંતીય સરકારોની પોસ્ટ-સેક્ધડરી શિક્ષણમાં રોકાણ વધારવાની અપીલ કરી છે, જેથી કોલેજનો મૂળભૂત માળખું અને રોજગાર સુરક્ષિત રહી શકે.
ભવિષ્ય અનિશ્ચિત, OPSEUની માંગ શરૂ
ભારતીય વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાને કારણે કેનેડાના કોલેજ ક્ષેત્રમાં ગંભીર આર્થિક અને રોજગાર સંકટ સર્જાયું છે. લગભગ 10,000 નોકરીઓની છટણી સાથે, ઘણા કાર્યક્રમો કાં તો બંધ અથવા મર્યાદિત કરવામાં આવ્યા છે. OPSEU માંગ કરી રહ્યું છે કે, સરકાર ભંડોળના અભાવને દૂર કરે અને વધુ છટણી તેમજ કાર્યક્રમમાં કાપ અટકાવવા માટે ક્ષેત્રને સ્થિર કરે. યુનિયને સ્પષ્ટપણે કહ્યું છે કે, કોલેજોના માળખા અને સ્ટાફના સ્તરને અને લાંબા ગાળાના નુકસાનને ટાળવા માટે જાહેર શિક્ષણમાં પુન:રોકાણ જરૂૂરી છે. આ કટોકટી માત્ર કેનેડાની શિક્ષણ પ્રણાલી માટે જ નહીં પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના સપનાઓ માટે પણ એક મોટો આંચકો છે.