રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાપુઆ ન્યુ ગિનીમાં 6.9નો ભૂકંપ: સુનામીની ચેતવણી

11:12 AM Apr 05, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ધરતી ફરી એકવાર ભૂકંપથી હચમચી ઉઠી છે. પાપુઆ ન્યુ ગિનીમાં ન્યુ બ્રિટન નજીક તાજેતરમાં એક ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવા લાગ્યા અને પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રે સુનામીની ચેતવણી જારી કરી. જો કે આ ચેતવણી એક કલાક પછી પાછી ખેંચી લેવામાં આવી અને ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી, પરંતુ ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. સરકારે ઇમરજન્સી એલાર્મ વગાડીને લોકોને સતર્ક રહેવાનો સંદેશ પણ આપી દીધો છે. ભૂકંપથી પડોશી દેશોને કોઈ મોટા નુકસાન કે ખતરાના અહેવાલ નથી. 5 એપ્રિલ, શનિવારના રોજ મોડી રાતે 1.30 વાગ્યે 10 કિલોમીટર (6 માઇલ) ની ઊંડાઈએ પેસિફિક ટાપુ રાષ્ટ્ર પર ભૂકંપ આવ્યો.

તેનું કેન્દ્રબિંદુ ન્યુ બ્રિટન ટાપુ પર કિમ્બે શહેરથી 194 કિલોમીટર (120 માઇલ) પૂર્વમાં, દરિયાકિનારાથી દૂર હતું.
યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપને કારણે ચેતવણી આપવામાં આવી હતી કે પાપુઆ ન્યુગિનીના દરિયાકાંઠાના ભાગોમાં 1 થી 3 મીટર સુધીના ઊંચા મોજા ઉઠશે. નજીકના સોલોમન ટાપુઓ માટે 0.3 મીટરની નાની લહેરની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી, જે પાછળથી પાછી ખેંચી લેવામાં આવી હતી. જાનહાનિના તાત્કાલિક કોઈ અહેવાલ નથી. ન્યૂ બ્રિટન ટાપુ પર આશરે 500,000 લોકો રહે છે.

Tags :
earthquakePapua New GuineaworldWorld News
Advertisement
Next Article
Advertisement