For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેરૂમાં 6.1નો ભૂકંપ, 1નું મોત, 3 ગંભીર

11:13 AM Jun 16, 2025 IST | Bhumika
પેરૂમાં 6 1નો ભૂકંપ  1નું મોત  3 ગંભીર

ઈમારતો-રસ્તાઓને ભારે નુકસાન

Advertisement

મોડી રાત્રે, પેસિફિક મહાસાગરના મધ્ય કિનારે દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં જોરદાર ભૂકંપ આવ્યો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. ભૂકંપની અસર સૌથી વધુ લીમા શહેરમાં અનુભવાઈ હતી, જ્યાં ખડકોમાંથી ધૂળ અને રેતી ઉછળી હતી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજધાની લીમામાં પણ જોવા મળ્યું હતું, જે પશ્ચિમ દિશામાં કેલાઓથી 23 કિલોમીટર (14 માઇલ) દક્ષિણપશ્ચિમમાં છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) એ ભૂકંપની પુષ્ટિ કરી છે.

Advertisement

મીડિયા બ્રીફિંગમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપને કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રસ્તાઓ અને ઘણી ઇમારતોને નુકસાન થયું છે. સરકારે એલર્ટ જારી કરીને બચાવ ટીમોને ક્ષેત્રમાં તૈનાત કરી છે. એપીના અહેવાલ મુજબ, પોલીસ અધિકારી રામિરો ક્લાઉકોએ જણાવ્યું હતું કે જ્યારે લીમા શહેરમાં ભૂકંપ આવ્યો ત્યારે એક વ્યક્તિ તેની કાર પાસે ઉભો હતો અને કોઈની રાહ જોઈ રહ્યો હતો ત્યારે અચાનક ભૂકંપને કારણે એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થઈ ગઈ અને કાટમાળ તેના પર પડ્યો. માથામાં ઈજા થવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પેરુના રાષ્ટ્રપતિ દિના બોલુઆર્ટે લોકોને તેમના ઘરની અંદર રહેવાની અપીલ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement