રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

20 દેશોના લોકોને ઠગતા 500 પાકિસ્તાની મ્યાનમારમાં ઝડપાયા

06:18 PM Mar 04, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

પાકિસ્તાનના 500 સાઇબર ઠગ મ્યાનમારના સાઇબર ઠગી કેન્દ્રમાં પકડાયા છે, જ્યાં તેઓ 20 દેશોના લોકોને ઠગતા હતા. આ ઠગ વિડીયો કોલ દ્વારા મીઠી-મીઠી વાતો કરીને લોકોની જેબ કાપતા હતા. ચીનના રેસ્ક્યૂ ઓપરેશન બાદ પાકિસ્તાન એ ઠગોને પાછા લાવવાના પ્રયાસો શરૂૂ કર્યા છે.

મ્યાનમારમાં રાજકીય અસમાનતાનો લાભ લઈને, ચીને સાયબર છેતરપિંડી કરનારાઓનું એક મોટું નેટવર્ક બનાવ્યું, જેમાં પાકિસ્તાની છેતરપિંડી કરનારાઓ પણ હતા. અહેવાલો અનુસાર, આ સેન્ટરમાં અંદાજે 1 લાખ 20 હજાર સાયબર છેતરપિંડી કરનારા હતા, જેમાંથી મોટાભાગના ચીની નાગરિકો હતા. આ પાકિસ્તાની છેતરપિંડી કરનારાઓ ઉર્દૂ અને અંગ્રેજી બોલવામાં નિપુણ હતા, જેના કારણે તેમના માટે મુસ્લિમ દેશોના લોકોને છેતરવાનું સરળ હતું.

પાકિસ્તાની મીડિયા અનુસાર, આ છેતરપિંડી કરનારાઓને નોકરી આપવાના બહાને મ્યાનમાર લાવવામાં આવ્યા હતા અને પછી તેમને છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ છેતરપિંડી કરનારાઓ સોશિયલ મીડિયામાંથી ડેટા કાઢતા હતા અને અઈં અને અન્ય સાધનોની મદદથી લોકોને છેતરતા હતા.
ચીન, થાઇલેન્ડ, અને મ્યાનમારની સીમા પર આવેલા આ સાઇબર ઠગી કેન્દ્રમાંથી 20થી વધુ દેશોના લોકોને ઠગવામાં આવ્યું. તાજેતરમાં, ચીનના અભિનેતા વાંગ ઝી દ્વારા ઠગાઈનો શિકાર બનવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ચીનની સરકારે કાર્યવાહી શરૂૂ કરી હતી અને અત્યાર સુધી 600થી વધુ ચીની નાગરિકોને પાછા કાઢી લીધો છે.

Tags :
crimeMyanmarMyanmar newspakistanPakistanisworldWorld News
Advertisement
Advertisement