ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માલીમાં આતંકીઓ દ્વારા 5 ભારતીયોના અપહરણ

11:16 AM Nov 08, 2025 IST | admin
Advertisement

પશ્ચિમી આફ્રિકન દેશ માલીમાં અજાણ્યા બંદૂકધારીઓએ વીજળીકરણ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કરતાં આફ્રિકામાં ભારતીયોની સુરક્ષા અંગે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપની અને સુરક્ષા સૂત્રોએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે કોબ્રી વિસ્તાર પાસે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેઓ માલીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પુરવઠા પ્રોજેક્ટ ચલાવતી કંપનીના કર્મચારી હતા.

Advertisement

કંપનીના પ્રતિનિધિએ પાંચ ભારતીય નાગરિકોના અપહરણની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે બાકીના કર્મચારીઓને રાજધાની બમાકો સુરક્ષિત પહોંચાડી દેવાયા છે. હાલમાં, કોઈ પણ જૂથે આ અપહરણની જવાબદારી લીધી નથી. માલીમાં હાલમાં સૈન્ય જુન્ટાની સત્તા છે, પરંતુ દેશ આતંકી હિંસા અને અશાંતિથી પીડાઈ રહ્યો છે.
અહીં ઇસ્લામિક સ્ટેટ, અલ કાયદા, અને ‘ગ્રુપ ફોર ધ સપોર્ટ ઓફ ઇસ્લામ એન્ડ મુસ્લિમ્સ ’ જેવા જિહાદી જૂથોનો પ્રભાવ છે, જેમાં ઉંગઈંખ લોકોને પરેશાન કરી રહ્યું છે.

માલીની ઘટના બાદ, આફ્રિકામાં ભારતીય કામદારોની સુરક્ષા અંગે ચિંતા વધી છે, કારણ કે થોડા સમય પહેલાં જ સુદાનમાં ઓડિશાના આદર્શ બેહેરાનું અપહરણ થયું હતું. તેમને રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) મિલિશિયાએ બંધક બનાવ્યા છે. એક વીડિયોમાં આદર્શ બે હથિયારબંધ સૈનિકો સાથે દેખાય છે, જેમાંથી એકે તેમને પશાહરૂૂખ ખાનને જાણો છો? તેવું પૂછ્યું હતું અને બીજાએ તેમને છજઋ પ્રમુખ પમોહમ્મદ હામદાન ડગાલો (હેમેતી)થના નામ પરથી ‘ડગાલો ગુડ’ કહેવા જણાવ્યું હતું.

Tags :
indiaindia newsIndians kidnappedmaliWest African country MaliworldWorld News
Advertisement
Next Article
Advertisement