નાઇઝેરિયામાં હોડી ઊંઘી વળતા 41 લોકોનાં મોત
11:34 AM Sep 16, 2024 IST | admin
નાઈઝેરિયાના ઉત્તર-પશ્ચિમી રાજ્ય જામફારામાં શનિવારે એક હોડી ઉંધી વળી જતા ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે. જ્યારે 12 અન્ય લોકોને બચાવવામાં આવ્યા છે. નૌકામાં ઓછામાં ઓછા 50 લોકો સવાર હતા. નૌકા જમ્ફારાના ગુમ્મી વિસ્તાર નજીક ઉંધી વળી ગઈ હતી.
Advertisement
યાત્રીઓ ખેડૂતો હતા અને દરરોજની માફક હોડીમાં નજીકમાં આવેલા તેમના ખેતરોમાં જતા હતા. સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા 12 લોકોને બચાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થતો હતો.
પશ્ચિમ આફ્રિકાના દેશમાં બોટ પલટી જવાના અકસ્માતો અવારનવાર બનતા રહે છે. ઓવરલોડિંગ, પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને ઓપરેશનલ ભૂલો જેવા પરિબળો સામાન્ય રીતે આ ઘટનાઓ માટે જવાબદાર છે.
Advertisement
Advertisement