રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોંગોમાં બળવાનો પ્રયાસ કરનાર ત્રણ, અમેરિકન સહિત 37ને મોતની સજા

05:00 PM Sep 14, 2024 IST | admin
Advertisement

કોર્ટના નિર્ણય સામે અમેરિકા અપીલ કરશે

Advertisement

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બળવાનો પ્રયાસ કરનાર ત્રણ અમેરિકન નાગરિકો સહિત 37 લોકોને મોતની સજા ફટકારવામાં આવી છે. તેમણે મે મહિનામાં બળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો. આ લોકોએ ભારે હથિયારો સાથે કોંગોની રાજધાની કિંશાસાના પ્રેસિડેન્ટ હાઉસ પર કબજો કર્યો હતો. જોકે લશ્કરી કાર્યવાહીમાં બળવા માટે આવેલા સશસ્ત્ર દળોના નેતા જે અમેરિકન મૂળના કોંગી નેતા હતા તે માર્યા ગયા હતી.ક્રિશ્ચિયન મલાંગાના પુત્ર માર્સેલ મલાંગાને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો.

આ સાથે અમેરિકન બેન્જામિન ઝાલમેન કે જેઓ તેમના મિત્ર ટાયલર થોમસન અને ક્રિશ્ચિયન મલાંગાના બિઝનેસ પાર્ટનર હતા તેમની સામે પણ કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો.આ ત્રણેયને અપરાધિક કાવતરું, આતંકવાદ અને અન્ય આરોપોમાં દોષિત ઠેરવ્યા બાદ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. મલાંગાએ કોર્ટને જણાવ્યું કે, જો તે આ યોજનામાં સામેલ નહીં થાય તો તેના પિતાએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે, આ પ્રથમ વખત તે તેના પિતાના આમંત્રણ પર કોંગો આવ્યો હતો, જેમને તે વર્ષોથી મળ્યો ન હતો.અમેરિકન, બ્રિટિશ, કેનેડિયન, બેલ્જિયન અને કોંગોના નાગરિકો સહિત આવા 50 જેટલા લોકો સામેલ છે કે જેઓ નિષ્ફળ બળવાનો ભાગ હતા જેમાં રાષ્ટ્રપતિની ઓફિસ કબજે કરવામાં આવી હતી.

આ તરફ કુલ 37 નોમિનીઓને મૃત્યુ દંડની સજા આપવામાં આવી છે. વોશિંગ્ટનમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે, દૂતાવાસના કર્મચારીઓએ કાર્યવાહીમાં ભાગ લીધો હતો અને તેઓ કેસનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે.આ તરફ અમેરિકી અધિકારીએ કહ્યું કે, અમે સમજીએ છીએ કે કોંગોમાં કાનૂની પ્રક્રિયા કોર્ટના નિર્ણયો સામે અપીલ કરવાની મંજૂરી આપે છે. બેલ્જિયન-કોંગોલિયન નાગરિક જીન-જેક્સ વોન્ડો પણ 37 નોમિનીમાં સામેલ છે. વોન્ડોના પરિવારે કોંગોના રાષ્ટ્રપતિ ફેલિક્સ ત્શિસેકીડીને સંદેશ મોકલ્યો.
જોકે તેની પત્નીએ અપીલ કરી હતી કે તે નિર્દોષ છે.

Tags :
deathworld
Advertisement
Next Article
Advertisement