For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકાથી હાંકી કઢાયેલા 104 ભારતીયોમાં 37 ગુજરાતી નીકળ્યા

05:27 PM Feb 05, 2025 IST | Bhumika
અમેરિકાથી હાંકી કઢાયેલા 104 ભારતીયોમાં 37 ગુજરાતી નીકળ્યા

ગુજરાતીઓના પાસપોર્ટ-વિઝા સહિતના દસ્તાવેજોની ચકાસણી, ડંકી રૂટના રાજ ખૂલવાની શકયતા

Advertisement

અમૃતસર એરપોર્ટ ઉપર ગુજરાતના અધિકારીઓની ટુકડી દોડાવાઇ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનુ શાસન આવતા જ ઘુષણખોરોની હકાલપટ્ટી કરવાની ઝુંબેશ શરૂ કરવામા આવી છે તેમા ગઇકાલે અમેરિકન આર્મીના વિમાન દ્વારા 104 જેટલા ભારતીયોનો દેશ નિકાલ કરવામા આવ્યો છે ત્યારે આ 104 ભારતીયોમા 37 ગુજરાતીઓ પણ હોવાનું બહાર આવતા ગુજરાત પોલીસ સહિતની એજન્સીઓ સતર્ક બની ગઇ છે.
આજે બપોરે અમૃતસર એરપોર્ટ ખાતે અમેરિકન આર્મીનુ વિમાન આવી પહોંચ્યુ હતુ અને તેમા સવાર 205 ભારતીયોનો હવાલો ભારતીય એજન્સીઓને સોંપ્યો હતો.

Advertisement

ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ડંકી રૂટ અપનાવીને અમેરિકામા ઘુષણખોરી કરતા અવાર-નવાર પકડાયા છે અને હજારો ગુજરાતીઓ દલાલોને લાખો રૂપિયા આપીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુષણખોરી કરવામાં સફળ થયા છે ત્યારે હવે અમેરિકામાં ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતા જ ભારત સહિત દુનિયાભરના ઘુષણખોરોને હાંકી કાઢવા ઝુંબેશ શરૂ કરી છે તેમાં ભારતના 104 લોકોને પણ અમેરિકામાંથી હાંકી કાઢવામા આવતા આજે બપોરે વિમાન અમૃતસર આવી પહોંચ્યુ હતુ.

અમેરિકાથી હાંકી કઢાયેલા 205 ભારતીયોમા 33 ગુજરાતી હોવાનું બહાર આવતા ગુજરાતના અધિકારીઓની એક ટુકડી પણ અમૃતસર દોડાવાઇ હોવાનું જાણવા મળ્યુ છે.
આ અધિકારીઓ દ્વારા અમેરિકાથી આવેલા ગુજરાતીઓના ઓળખપત્ર, પાસપોર્ટ, વિઝા સહિતના ડોકયુમેન્ટની ચકાસણી કરવામા આવનાર છે. આ ઉપરાંત આ ગુજરાતીઓએ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ માટે કેવા પ્રકારના નકલી દસ્તાવેજો બનાવ્યા છે તેમજ કયા એજન્ટો મારફત અને કયા રૂટથી અમેરિકામા ઘુસ્યા હતા તેની તપાસ હાથ ધરવામા આવનાર છે.

આ ઉપરાંત પરત આવેલા 33 ગુજરાતીઓમા કોઇ વ્યકિત કોઇ ગુનામા વોન્ટેડ હોય તો તેની ચકાસણી કરી કસ્ટડીમા લેવા પણ સુચના આપવામા આવી છે.
અમેરિકાથી દેશ નિકાલ કરાયેલ ગુજરાતીઓની પુછપરછ દરમિયાન કબુતરબાજીનું નેટવર્ક ખૂલવાની અને માનવ તસ્કરી કરતા દલાલોનો ભાંડો ફૂટવાની પણ શકયતા દર્શાવાય છે.

ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારે ભારત વતી વિદેશ મંત્રી એસ જયશંકર હાજર રહ્યા હતા. આ પછી તેમણે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબીયો સાથે બેઠક કરેલી. આ બેઠકમાં એમરિકાએ ભારતીયો દ્વારા અમેરિકામાં ગેરકાયદે થતા પ્રવેશ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટેલીફોનીક ચર્ચામાં પણ આ મામલે ચર્ચા થઇ હતી અને ભારતે અમેરિકાને આ નાગરીકોને ભારત પરત સ્વીકારવા માટે જે જરૂૂરી હશે તેવી ખાતરી આપી છે. અત્યારે અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા 18000 જેટલા નાગરીકોની ઓળખ કરી છે અને તેને સ્વીકારવા ભારતે તૈયારી પણ દર્શાવી છે.

જે 104 ભારતીય નાગરીકોને પરત મોકલવામાં આવ્યા છે તેમની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં ભારત સરકારે પણ ભૂમિકા ભજવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ રીતે બન્ને દેશો એકબીજાને સહકાર આપી આવનારા દિવસોમાં વધારે ફ્લાઈટ થકી નાગરીકોને પરત લાવે તેવી શક્યતા છે.

સૌથી વધુ ગાંધીનગર-મહેસાણાના 24 અને સુરતના ચાર લોકો પરત આવ્યા
104 ભારતીયોમાં 37 તો ગુજરાતના છે જેઓ અમેરિકાથી પાછા આવ્યા છે અમેરિકાથી પાછા મોકલાયેલા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના છે જેમાં મહેસાણા અને ગાંધીનગરમાંથી 12-12 લોકો પરત આવશે. જ્યારે સુરતના 4 અને અમદાવાદના 2 લોકો સામેલ હોવાનું ખુલ્યું છે. જ્યારે વડોદરા, ખેડા અને પાટણની 1-1 વ્યક્તિ આ વિમાનમાં સામેલ છે. જ્યારે ત્રણ વ્યક્તિઓએ ફકત ગામના નામ જ જણાવ્યા હોવાથી જિલ્લા સ્પષ્ટ થયા નથી. અમેરિકન મીલીટરીનું સી-17 એરક્રાફ્ટ આ ભારતીયોને લઇ સેન એન્ટોનિયો, ટેક્સાસ ખાતેથી ભારતીય સમય અનુસાર પરોઢિયે ત્રણ કલાકે રવાના થયું હતુ અને લગભગ 24 કલાકે ભારત પહોચે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement