ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કેનેડા-ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 35 ગુજરાતી મલેશિયા-ફિજીમાં ફસાયા

12:45 PM Nov 29, 2025 IST | Bhumika
Advertisement

મલેશિયાથી માનવ તસ્કરીનું રેકેટ ચલાવતા એજન્ટે પલટી મારતાં એકથી ચાર મહિનાથી કેદ જેવી સ્થિતિમાં

Advertisement

ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ ઈલીગલી અમેરિકા જવાનું મુશ્કેલ થઈ જતાં હવે ગુજરાતી સહિતના અમુક લોકો વાયા મલેશિયા થઈને કેનેડાવાળી લાઈનથી યુએસ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની માહિતી બહાર આવી છે. માત્ર કેનેડા જ નહીં પરંતુ ટ્રાન્ઝિટ વિઝા પર ઓસ્ટ્રેલિયા પહોંચીને એરપોર્ટની બહાર નીકળતા જ ગાયબ થઈ જનારા પણ ત્યાં પહોંચવાના પ્રયાસમાં મલેશિયા લેન્ડ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

સૂત્રોનું માનીએ તો હાલ લગભગ 35 જેટલા ગુજરાતીઓ મલેશિયા અને ફીજીમાં એક મહિનાથી લઈને ચારેક મહિનાથી ફસાયાય છે કારણકે જે એજન્ટ સાથે તેમણે ડીલ કરી હતી તેણે જ હવે પલ્ટી મારી છે. મલેશિયાથી ઓપરેટ કરતા આ એજન્ટનું નામ પ્રિન્સ પાજી હોવાનું જાણવા મળ્યું છે જે ક્વાલાલંપુર લેન્ડ થતાં લોકોને ડાયરેક્ટ પોતાની સાથે ડીલ કરવાનું કહી સસ્તામાં કેનેડા કે ઓસ્ટ્રેલિયા પહોંચાડી દેવાના વાયદા કરી છે અને તેમની પાસેથી પૈસા પડાવે છે. મળેલી વિગતો અનુસાર ઈન્ડિયાથી કેનેડા માટેનું પુશિંગ લગભગ બંધ થઈ જતાં હવે મલેશિયાવાળી લાઈન ચાલુ થઈ હોવાની માર્કેટમાં વાતો ચાલી રહી છે. આ લાઈનથી અમેરિકા જવા માગતા લોકોને એજન્ટના માણસો મલેશિયા સુધી મૂકવા આવે છે અને આગળનું કામ પ્રિન્સ પાજી નામનો માણસ કરે છે.

જે લોકોને કેનેડા જવાનું છે તેમને પુશિંગથી મલેશિયાથી રવાના કરવામાં આવશે તેવું જણાવાય છે અને જેમનું પુશિંગના થઈ શકે તેમને વિઝા પર કેનેડા પહોંચાડવાનો પણ વાયદો કરાય છે. જોકે, પ્રિન્સ પાજી સાથે ડાયરેક્ટ ડીલ કરવા તૈયાર થઈ જનારા પેસેન્જર્સ પાસેથી ટૂકડે-ટૂકડે માત્ર પૈસા જ પડાવવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો જે ગુજરાતીઓ હાલ મલેશિયામાં બેઠા છે તેમાંના મોટાભાગના લોકો તેને લાખો રૂૂપિયા આપી ચૂક્યા છે, પરંતુ પૈસા મળ્યા બાદ પ્રિન્સ પાજી તેમને ના તો આગળ મોકલી રહ્યો છે કે ના તો તેમને મલેશિયામાં સરખું જમવાનું મળી રહ્યું છે.

સૂત્રોનું માનીએ તો હાલ મલેશિયામાં કેનેડા જવા વાળા છ ગુજરાતીઓ બેઠા છે જ્યારે દસ ઓસ્ટ્રેલિયા જનારા છે અને તેવી જ રીતે ઓસ્ટ્રેલિયાના 15-20 પેસેન્જર્સ હાલ ફીજીમાં બેઠા છે. જેમને ફીજી મોકલવામાં આવ્યા છે તેમને ત્યાંથી વાયા ઓસ્ટ્રેલિયા થઈને જતી કોઈ કનેક્ટિંગ ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ટ્રાન્ઝિટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ઉતારવાનો વાયદો કરાયો છે.

એજન્ટે પોતાના પેસેન્જર્સને ક્વાલાલંપુરથી દોઢેક કલાક દૂર આવેલા શાહ આલમ નામના એક સિટીમાં રાખ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે જેમાં ગુજરાતીઓ સહિતના લોકોનો સમાવેશ થાય છે. આ એજન્ટ કપલને કેનેડા પહોંચાડવાના 50 લાખ લે છે જ્યારે ઓસ્ટ્રેલિયા માટે કપલ માટે 40 લાખની આસપાસનો ભાવ કહેવામાં આવે છે.
એજન્ટે અત્યાર સુધી અમુક પંજાબીઓને જ આ રૂૂટથી કેનેડા પહોંચાડ્યા છે, જ્યારે ઉત્તર ગુજરાતના એક યુવકને તેણે ચાર દિવસમાં ઓસ્ટ્રેલિયા ઉતારી દીધો હતો, તે સિવાય તેણે કોઈ ગુજરાતીને ઓસ્ટ્રેલિયા કે કેનેડા પહોંચાડ્યા હોય તેવી કોઈ જ માહિતી નથી. આ સમગ્ર પ્રકરણથી માહિતગાર લોકોનું માનીએ તો જે ગુજરાતીઓ હાલ મલેશિયામાં છે તેમાં અમુક મહિલાનો પણ સમાવેશ થાય છે અને એક મહિલા તો પ્રેગનેન્ટ હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, પ્રિન્સને લાખો રૂૂપિયા ચૂકવી દીધા હોવાથી હવે આ લોકો ઈન્ડિયા પાછા આવી શકે તેમ નથી અને પ્રિન્સ તેમને આગળ મોકલવામાં ઠાગાઠૈયા કરી રહ્યો હોવાથી તમામ લોકો મલેશિયા અને ફીજીમાં અટવાઈ ગયા છે.

ટ્રાન્ઝિટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ઉતારી ગૂમ કરી દેવાની મોડસ ઓપરેન્ડીંગ
ઓસ્ટ્રેલિયા મોટાભાગના એરપોર્ટ્સ પર રાત્રી દરમિયાન ફ્લાઈટ્સ બંધ થઈ જતી હોવાથી ટ્રાન્ઝિટ વિઝા પર લેન્ડ થયેલા લોકો હોટેલનું બુકિંગ બતાવી એરપોટની બહાર નીકળી જતા હોય છે, આવા લોકોને બીજા દિવસની સવારની ફ્લાઈટ લેવાની હોય છે પરંતુ એરપોર્ટની બહાર નીકળ્યા બાદ તેઓ પાછા આવતા જ નથી. અત્યારસુધી આ ગેમ મલેશિયાથી પણ ચાલતી હતી. પરંતુ મલેશિયાથી ઓસ્ટ્રેલિયાની ટ્રાન્ઝિટ વિઝા મળવાનું બંધ થઈ જતાં હવે એજન્ટોએ પેસેન્જર્સને ફીજી મોકલવાનું શરૂૂ કર્યું હોવાનું પણ સૂત્રોનો દાવો છે.

 

Tags :
AustraliaCanadagujaratgujarat newsGujaratiindiaindia newsMalaysia-FijiworldWorld News
Advertisement
Next Article
Advertisement