રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અબુધાબીનાં BAPS મંદિરમાં દબાણ, તાપમાન, ભૂકંપની ગતિવિધિ જાણવા 300 સેન્સરો લગાવાયા

06:23 PM Feb 16, 2024 IST | Bhumika
Advertisement

મંદિર પરિસરમાં મંદિર તરફ જતાં નદીના પ્રવાહની ડાબી બાજુ શાકાહારી ફૂડ કોર્ટ જોઈ શકાય છે. આ ફૂડ કોર્ટની વિશેષતા એ છે કે તેમાંના બેન્ચ, ટેબલ અને ખુરશીઓ અનોખી રીતે આકાર પામ્યા છે. આ જ રીતે શૂ-હાઉસને પણ આ રીતે જ લાકડાની પેલેટના રી યુઝ દ્વારા બનાવવામાં આવી છે.

Advertisement

આ મંદિરના નિર્માણ માટે 20,000 ટન જેટલાં પત્થરો 700 ક્ધટેનર દ્વારા અબુધાબી લાવવામાં આવ્યા હતા. આ પત્થરો લાકડાની જે પેલેટમાં આવતા હતા. તે જ પેલેટ્સમાંથી અહીંના બેન્ચ, ટેબલ અને ખુરશીઓ બનાવવામાં આવ્યા છે. આમ, આવા નવતર પ્રયોગ દ્વારા ‘જીતફિંશક્ષફબશહશિુંથ નો સંદેશ પણ આ મંદિર દ્વારા આપવામાં આવ્યો છે.

ગ્રીન બિલ્ડિંગ -ફાઉન્ડેશન ભરવા માટે ખૂબ મોટી માત્રામાં ફ્લાય એશ કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોંક્રિટ મિશ્રણમાં 55% જેટલા હિસ્સામાં સિમેન્ટને બદલે ફ્લાય એશ વાપરવામાં આવ્યું હતું, જે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને તેને ગ્રીન બિલ્ડિંગ બનાવવા માટે પર્યાવરણને અનુકૂળ મિશ્રણ હતું.

ફાઉન્ડેશન દરમિયાન માત્ર 1 મીટર જેટલા ખોદકામ બાદ જાડો ખડક મળી આવ્યો, તે એટલો વિશાળ અને મજબૂત હતો કે મલેશિયાના સ્ટ્રક્ચરલ એક્સપર્ટ, જઘઊ ક્ધસલ્ટન્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. કોંગ સિયા કે ઓંગે કહ્યું, ‘તમારું મંદિર હાથીની પીઠ પર બેઠેલા નાના કબૂતર જેવું હશે!’

મંદિરના ફાઉન્ડેશનમાં જ્યારે રણની રેતી વાપરવાની હોય, તો તે સલ્ફર અને ક્લોરાઇડથી મુક્ત હોવી જોઈએ. આ પ્રકારની રેતી રણમાં મળવી મુશ્કેલ છે, પરંતુ જ્યારે ફાઉન્ડેશન માટે રેતીનું લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું, ત્યારે તેમાં સલ્ફર કે ક્લોરાઇડ ગેરહાજર જણાયા, જે લગભગ અશક્ય જેવું છે. જેને કારણે આ રેતીનો સીધો જ ફાઉન્ડેશનમાં સ્ટ્રકચર ફીલ મટીરીયલ તરીકે ઉપયોગ કરી શકાયો હતો.

અલગ અલગ 10 લેયરમાં, ફાઉન્ડેશનમાં 300 જેટલાં સેન્સર લગાવવામાં આવ્યા છે. જે દબાણ, તાપમાન, અને ભૂકંપ જેવી ગતિવિધિઓની હિલચાલ જાણવા, સમજવામાં ઉપયોગી બનશે.વિશ્વનું પહેલું એવું મંદિર જે આવા સેન્સર દ્વારા વિવિધ ભૌતિક પરિમાણો અને અનેકવિધ બાબતોની આગાહી કરશે. આ તમામ સેન્સર એક ચેકલિસ્ટ તરીકે કામ કરશે. જે દબાણ, તાપમાન, સંબંધિત ડેટા આપશે. સેન્સર ઉપરાંત બીજી વિશિષ્ટ વાત એ છે કે મંદિરના ડિજિટલ મોડેલને બનાવીને અત્યંત તીવ્ર સિસ્મિક સિમ્યુલેશનમાંથી પસાર કરવામાં આવ્યું હતું અને આ મોડેલ સફળતાપૂર્વક પસાર થયું હતું.

Tags :
Abu DhabiBAPS templeworldWorld News
Advertisement
Next Article
Advertisement