For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાંગ્લાદેશ સાથેનો 30 હજાર કરોડનો વેપાર ઠપ થવાનો ખતરો

06:55 PM Aug 07, 2024 IST | Bhumika
બાંગ્લાદેશ સાથેનો 30 હજાર કરોડનો વેપાર ઠપ થવાનો ખતરો
Advertisement

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસાની આગ એટલી ભડકી છે કે, ત્યાંના વડાપ્રધાનને રાજીનામું આપી દેશમાંથી પલાયન કરવુ પડ્યું. આ હિંસક વિરોધ પ્રદર્શનમાં 100થી વધુ લોકોના મોત થયા છે. મોટી સંખ્યામાં વિરોધીઓએ ઢાકા પેલેસમાં પ્રવેશી બાંગ્લાદેશના સ્થાપક મુજીબની પ્રતિમાની તોડફોડ કરી હતી. દેશમાં તણાવ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને ટૂંક સમયમાં વચગાળાની સરકાર બનાવવાની વાત કરી હતી.
હિંસાગ્રસ્ત બાંગ્લાદેશ સાથે ભારત મોટાપાયે વેપાર કરે છે. બંને દેશો વચ્ચે ઘણી આવશ્યક ચીજોની આયાત-નિકાસ થાય છે. આ હિંસાના કારણે ભારત સાથેના વેપાર પર અસર થવાની સંભાવના વધી છે. ચાલો જાણીએ કે બાંગ્લાદેશથી ભારતમાં શું આવે છે અને અહીંથી શું મોકલવામાં આવે છે.

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસાને કારણે ભારત સાથેના વેપાર પર પણ અસર પડી છે. એક રિપોર્ટ અનુસાર, દરરોજ રૂ.150 કરોડથી વધુના બિઝનેસ પર અસર થઈ રહી છે. બંને દેશો વચ્ચે પેટ્રાપોલ અને બેનેપોલ બોર્ડર દ્વારા આશરે રૂ. 30,000 કરોડનો વાર્ષિક વેપાર થાય છે, જે છેલ્લા ઘણા દિવસોથી બંધ છે.
જો આપણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વેપાર પર વિગતવાર નજર કરીએ તો, શબયર.જ્ઞલિ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, બાંગ્લાદેશ ભારતનો ટોચનો ટ્રેડિંગ પાર્ટનર છે. બાંગ્લાદેશનો બીજા ક્રમનો સૌથી મોટો નિકાસકાર ભારત છે. નાણાકીય વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચે કુલ 14.22 અબજ ડોલરનો વેપાર થયો હતો. FY3માં ભારતથી બાંગ્લાદેશમાં 6,052 વસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી. આ નિકાસનો આંકડો 12.20 અબજ હતો, જે FY2માં 16.15 અબજ કરતાં ઘટ્યો હતો.

Advertisement

નાણાકીય વર્ષ 2023-24માં બાંગ્લાદેશથી ભારતમાં 1154 માલની આયાત કરવામાં આવી હતી. જે લગભગ 2.02 અબજ હતું, જ્યારે અગાઉના FY2માં આ આંકડો 1.97 અબજ નોંધાયો હતો.

ભારતથી બાંગ્લાદેશ નિકાસ થતી ચીજ-વસ્તુઓ (2022-23)
કોટન યાર્ન -(1.02 મિલિયન ડોલર)
પેટ્રોલિયમ ઉત્પાદનો- (816 મિલિયન ડોલર)
અનાજ- (556 મિલિયન ડોલર)
કોટન ટેક્સટાઇલ અને અન્ય ફેસિંગ- (541 મિલિયન ડોલર)
કાર્બનિક અને અકાર્બનિક કેમિકલ્સ -(430 મિલિયન ડોલર)

બાંગ્લાદેશથી ભારતમાં થતી આયાત (નાણાકીય વર્ષ 2023)
આરએમજી કોટન - (510 મિલિયન)
કોટન ફેબ્રિક્સ, મેડ-અપ- (153 મિલિયન ડોલર)
આરએમજી માનવસર્જિત ફાઇબર -(142 મિલિયન ડોલર)
મસાલા- (125 મિલિયન ડોલર)
જ્યુટ - (103 મિલિયન ડોલર)

Advertisement
Tags :
Advertisement
Advertisement