દક્ષિણ કોરિયન ટી.વી શોજોવા બદલ ઉત્તર કોરિયામાં 30 વિદ્યાર્થીની હત્યા
ઉ.કોરિયામાં દ.કોરિયન મીડિયા સામગ્રીના વિતરણ બદબ મૃત્યુદંડની જોગવાઇ
ઉત્તર કોરિયાએ કથિત રીતે ત્રીસ સગીર વિદ્યાર્થીઓની સામૂહિક હત્યા કરી કારણ કે તેઓ દક્ષિણ કોરિયન ટીવી શો જોતા હતા. દક્ષિણ કોરિયાના દૈનિક અખબાર જોંગએંગ ડેલીએ પોતાના સમાચારમાં આ માહિતી આપી છે.
સ્થાનિક કેબલ ટીવી ચેનલે દક્ષિણ કોરિયાના સરકારી અધિકારીને ટાંકીને અહેવાલ આપે છે કે ઉત્તર કોરિયાના સત્તાવાળાઓએ ગયા અઠવાડિયે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જાહેરમાં ગોળી મારી હતી. વિદ્યાર્થીઓએ કથિત રીતે યુએસબી પર સંગ્રહિત દક્ષિણ કોરિયન નાટકો જોયા હતા. આ ઞજઇત ગયા મહિને સિઓલથી બલૂન મારફતે ઉત્તર કોરિયા મોકલવામાં આવ્યા હોવાનું કહેવાય છે. જો કે દક્ષિણ કોરિયાના એકીકરણ મંત્રાલયે અહેવાલની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો.
ઉત્તર કોરિયાનો પ્રતિક્રિયાત્મક વિચારધારા અને સંસ્કૃતિ અસ્વીકાર કાયદો ડિસેમ્બર 2020 માં લાગુ કરવામાં આવ્યો હતો. કાયદો દક્ષિણ કોરિયન મીડિયા સામગ્રીનું વિતરણ કરનારાઓ માટે મૃત્યુ દંડ અને દર્શકોને 15 વર્ષ સુધીની જેલની જોગવાઈ કરે છે.
આ ઉપરાંત, કાયદો દક્ષિણ કોરિયન પુસ્તકો, ગીતો અને ફોટોગ્રાફ્સને પણ નિશાન બનાવે છે. કાયદો દક્ષિણ કોરિયન ભાષણ અથવા ગાવાની શૈલીનો ઉપયોગ કરવા માટે બે વર્ષ સુધીની ફરજિયાત મજૂરીની જોગવાઈ પણ કરે છે.