રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

1 ઈઝરાયલી સામે 30 પેલેસ્ટાઈની છોડાશે: યુદ્ધવિરામને નેતન્યાહૂની મંજૂરી

12:55 PM Jan 17, 2025 IST | Bhumika
Advertisement

ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમય પછી યુદ્ધવિરામ થયો છે. પીએમ બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ સોદાને મંજૂરી આપી દીધી છે અને હવે તેને કેબિનેટ દ્વારા પણ પસાર કરવામાં આવશે. ગુરુવારે આ મામલે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે નેતન્યાહૂએ કહ્યું હતું કે હજુ સુધી યુદ્ધવિરામ થયો નથી. તેણે હમાસ પર છેલ્લી ક્ષણે કેટલીક શરતોથી પીછેહઠ કરવાનો આરોપ લગાવ્યો હતો, હવે આ પ્રસ્તાવને કેબિનેટમાં પણ મૂકવામાં આવશે. જો આ યુદ્ધવિરામ અમલમાં આવશે તો મધ્ય પૂર્વમાં લાંબા સમય બાદ શાંતિ રહેશે. યુદ્ધ વિરામની જે શરતો બહાર આવી છે તે મુજબ પ્રારંભિક યુદ્ધવિરામ 6 અઠવાડિયા માટે રહેશે. આ સમયગાળા દરમિયાન, ઇઝરાયલી દળો મધ્ય ગાઝામાંથી પીછેહઠ કરશે. આ સિવાય ઉત્તરી ગાઝામાં પેલેસ્ટિનિયનોની વાપસી થશે.

Advertisement

આ ડીલ હેઠળ માનવતાવાદી સહાય સામગ્રી લઈ જતી 600 ટ્રકોને ગાઝામાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવશે. તેમાંથી 50 ટ્રકમાં ઇંધણ હશે. હમાસ પાસે હજુ પણ 33 લોકો બંધક છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. હમાસનું કહેવું છે કે તે યુદ્ધવિરામ ડીલ હેઠળ દર અઠવાડિયે ત્રણ લોકોને મુક્ત કરશે. ઈઝરાયેલ પોતાના એક નાગરિકના બદલામાં 30 પેલેસ્ટિનિયન કેદીઓને છોડવા માટે રાજી થઈ ગયું છે.
યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો 6 અઠવાડિયા એટલે કે 42 દિવસનો રહેશે. આ સમયગાળા દરમિયાન હમાસ દર અઠવાડિયે ત્રણ ઈઝરાયેલને મુક્ત કરવા માટે સંમત થયા છે. ઈઝરાયેલ એક સપ્તાહમાં 90 પેલેસ્ટાઈનીઓને મુક્ત કરશે. પ્રથમ રાઉન્ડના 16માં દિવસ પછી યુદ્ધવિરામના બીજા તબક્કા પર વાતચીત શરૂૂ થશે. બાકીના લોકોને કેવી રીતે પાછળ છોડવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. હમાસનું કહેવું છે કે તે તમામ બંધકોને ત્યારે જ મુક્ત કરશે જ્યારે દરેક ઈઝરાયેલ સૈનિક ગાઝા છોડશે.

ત્રીજા તબક્કામાં તમામ મૃતદેહો પણ પરત કરવામાં આવશે. આ સિવાય ગાઝામાં પુન:નિર્માણ પ્રક્રિયા શરૂૂ કરવામાં આવશે. આ રીતે યુદ્ધવિરામ ડીલ ત્રણ રાઉન્ડમાં પૂર્ણ થશે.

Tags :
IsraelIsrael newsPalestinianswarworldWorld News
Advertisement
Next Article
Advertisement