For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોઝામ્બિકમાં બોટ પલટી જતાં 3 ભારતીયનાં મૃત્યુ

11:09 AM Oct 18, 2025 IST | Bhumika
મોઝામ્બિકમાં બોટ પલટી જતાં 3 ભારતીયનાં મૃત્યુ

ક્રૂ ટ્રાન્સફર દરમિયાન દુર્ઘટનામાં અન્ય પાંચ લાપતા

Advertisement

મોઝામ્બિકમાં થયેલા કરુણ અકસ્માતમાં ભારતીય નાગરિકોના મોતના દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. બેઇરા બંદરગાહના કિનારેથી ટેન્કર ચાલકોના એક જૂથને જહાજ તરફ લઈ જતી વખતે આ બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં 3 ભારતીયોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે અને અન્ય 5 લોકો ગુમ છે. શુક્રવારે બનેલી આ ઘટનામાં હોડીમાં ભારતીય મૂળના કુલ 14 નાગરિકો સવાર હતા. મોઝામ્બિક સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા આ દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે.

ભારતીય હાઈ કમિશન દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, સેન્ટ્રલ મોઝામ્બિકના બેઇરા બંદરગાહની નજીક ક્રૂને શિફ્ટ કરવાના ઓપરેશન દરમિયાન 14 ભારતીય નાગરિકોને લઈ જતી એક બોટ પલટી ગઈ. આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, પઅકસ્માતમાં સામેલ કેટલાક ભારતીય નાગરિકોનો બચાવ થયો છે. જોકે, દુર્ભાગ્યપૂર્ણ રીતે કેટલાક ભારતીય નાગરિકોનાં મૃત્યુ થયાં છે અને અન્યનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement