બોત્સવાનામાં 2,492 કેરેટનો હીરો મળ્યો
05:23 PM Aug 23, 2024 IST
|
admin
Advertisement
છેલ્લા 100 વર્ષનો સૌથી મોટો હીકરો
Advertisement
હીરો સદાયથી માણસના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. હીરાની ચમક સામે દુનિયાની તમામ ચમક ઝાંખી છે. દક્ષિણ આફ્રિકન દેશ બોત્સવાનાની એક ખાણમાંથી 2,492 કેરેટનો છેલ્લાં 100 વર્ષનો સૌથી મોટો હીરો મળી આવ્યો છે. એક કેનેડિયન માઈનિંગ કંપનીએ કરોવે ડાયમંડ માઈનમાંથી આ બહુમૂલ્ય હીરો શોધી કાઢ્યો છે. ગુરૂૂવારે પ્રદર્શિત કરાયેલો આ હીરો વિશ્વનો બીજો સૌથી મોટો હીરો છે. અગાઉ 1905માં દક્ષિણ આફ્રિકામાંથી જ 3,106 કેરેટનો કલિનન ડાયમંડ મળી આવ્યો હતો, જેમાંથી નાનાં નાનાં હીરા બનાવી તેને બ્રિટિશ રાજમુગટમાં જડવામાં આવ્યાં છે.
Next Article
Advertisement