ભારતના કહેર વચ્ચે પાકિસ્તાનમાં ટીટીપી, બલૂચ વિદ્રોહીઓના હુમલામાં 22 સૈનિકોના મોત
ભારત સામે ટક્કર લીધા પછી, પાકિસ્તાન માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને બલૂચિસ્તાને પણ પાકિસ્તાની સેના સામે મોરચો ખોલ્યો છે. આ હુમલામાં 22 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.
વોર ઓબ્ઝર્વરના અહેવાલો અનુસાર, ટીટીપીએ ગુરુવારે મોડી રાત્રે દક્ષિણ વઝીરિસ્તાનમાં ડાંગેટ ચોકી પર હુમલો કર્યો, જેમાં 20 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. બલૂચના હુમલામાં બે પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા. આ હુમલાઓ 39 અલગ જગએ કરાયા હતાં.
ટીટીપીએ પહેલા લેસર રાઇફલ્સથી છ પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા અને પછી હળવા હથિયારોનો ઉપયોગ કરીને ચોકી પર હુમલો કર્યો. તે જ સમયે, હુમલાની માહિતી મળ્યા પછી, પાકિસ્તાન સેનાએ મન્ટોઈથી અન્ય સૈનિકોને મોકલ્યા, જેમના પર ટીટીપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં, ઝઝઙ એ 2 લશ્કરી વાહનોનો નાશ કર્યો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીટીપીના પ્રવક્તા મોહમ્મદ ખુરાસાનીએ જણાવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદના બહાવલપુર મુખ્યાલય વિશેની માહિતી પાકિસ્તાની સેના દ્વારા ભારતને આપવામાં આવી હતી. આ હુમલામાં મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો સહિત 14 લોકો માર્યા ગયા હતા. આ હુમલાના બદલામાં, ઝઝઙ એ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો છે.આ ઉપરાંત શુક્રવારે સાંજે બલૂચ બળવાખોરોએ તુર્બત, ક્વેટા સહિતના ઘણા વિસ્તારોમાં પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. તે જ સમયે, એક અઠવાડિયા પહેલા ક્વેટામાં એક ઈંઊઉ વિસ્ફોટ થયો હતો, જેમાં 10 સૈનિકો માર્યા ગયા હતા.