For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનમાં ભૂકંપનો લાભ લઈ કરાંચી જેલમાંથી 216 કેદીઓ ફરાર, અંધાધુંધી

06:18 PM Jun 03, 2025 IST | Bhumika
પાકિસ્તાનમાં ભૂકંપનો લાભ લઈ કરાંચી જેલમાંથી 216 કેદીઓ ફરાર  અંધાધુંધી

સોમવારે મોડી રાત્રે પાકિસ્તાનની કરાચી જિલ્લા જેલ માલિરમાંથી કુલ 216 કેદીઓ ભાગી ગયા છે. પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર પોલીસ અને જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં સતત હળવા ભૂકંપના આંચકાને કારણે સર્જાયેલી અંધાધૂંધી વચ્ચે કેદીઓ ભાગી જવાની ઘટના બની હતી. ઘણા કેદીઓ પહેલાથી જ તેમના બેરેકની બહાર હતા, તેમણે આ અંધાધૂંધીનો લાભ લીધો અને જેલ સ્ટાફ પર દબાણ કર્યું.

Advertisement

આ પછી હિંસક અથડામણ સર્જાઈ. હાઇવે અને ગામડાઓ સીલ કરી દેવામાં આવ્યા છેજેલ પરિસરની અંદર અને આસપાસ ભારે ગોળીબારના અહેવાલ મળ્યા હતા. જેના કારણે નજીકના રહેણાંક વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ અને રેન્જર્સે આ વિસ્તારને ઘેરી લીધો હોવાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત અનેક માર્ગો અસ્થાયી રૂૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા. જજઙ માલિર કાશિફ આફતાબ અબ્બાસીએ જણાવ્યું હતું કે, પોલીસ અને અર્ધલશ્કરી દળોની મોટી ટુકડી થોડીવારમાં જેલમાં પહોંચી ગઈ અને નજીકના વસાહતો, હાઇવે અને ગામડાઓને સીલ કરી દીધા. માલિરની મસ્જિદોમાંથી જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં ભાગી ગયેલા કેદીઓને પકડવામાં જાહેર સહયોગની અપીલ કરવામાં આવી હતી.અહેવાલ અનુસાર ભૂકંપ આવ્યો ત્યારે આંતરિક જેલ પ્રક્રિયાઓને કારણે સર્કલ નંબર 4 અને 5 ના 600 થી વધુ કેદીઓ તેમના બેરેકની બહાર બેઠા હતા. ત્યારબાદ થયેલી અંધાધૂંધીથી ટૂંક સમયમાં રમખાણો જેવી સ્થિતિ સર્જાઈ ગઈ, અધિકારીઓના જણાવ્યા અનુસાર જેલ યુદ્ધક્ષેત્રમાં ફેરવાઈ ગઈ.

નિયંત્રણ મેળવવાના પ્રયાસમાં, જેલ અધિકારીઓએ ગોળીબાર કર્યો. એન્કાઉન્ટર દરમિયાન બે ફ્રન્ટિયર કોર્પ્સ (ઋઈ) કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા. એક કેદીનું મૃત્યુ થયું અને ત્રણ અન્ય ઘાયલ થયા. ઘાયલોને સારવાર માટે જિન્ના પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement