For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

2020ની ચૂંટણી અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ, ટ્રમ્પે તપાસની માંગ કરી

05:59 PM Oct 27, 2025 IST | admin
2020ની ચૂંટણી અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ  ટ્રમ્પે તપાસની માંગ કરી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન થયેલી કથિત ગેરરીતિની ન્યાય વિભાગ દ્વારા તાત્કાલિક તપાસની માંગ કરી છે. તેમણે આ કથિત ઘટનાને અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે. આ સાથે જ ટ્રમ્પે ચૂંટણીમાં થતી છેતરપિંડી રોકવા માટે વોટર આઈડીની જરૂૂરિયાત પર ભાર મૂક્યો છે.

Advertisement

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા લખ્યું કે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી, જેમાં ગેરરીતિ અને ચોરી થઈ છે. તે એક ખૂબ મોટું કૌભાંડ છે. જુઓ આપણા દેશનું શું થયું જ્યારે એક બદમાશ બેવકૂફ આપણો રાષ્ટ્રપતિ બની ગયો! હવે આપણને બધું જ ખબર છે. તેમણે ઉમેર્યું કે તેમને આશા છે કે ન્યાય વિભાગ અમેરિકન ઇતિહાસના સૌથી મોટા કૌભાંડ પર કેસ ચલાવશે! જો નહીં, તો તે ફરીથી બનશે, જેમાં આગામી મિડટર્મ ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત ટ્રમ્પે કેલિફોર્નિયાના પ્રસ્તાવ 50ની પણ ટીકા કરી છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે પ્રસ્તાવ સંખ્યા 50 માટેનું મતદાન સંપૂર્ણપણે અપ્રમાણિક છે. કેલિફોર્નિયામાં પ્રસ્તાવ 50 એક સંવૈધાનિક સંશોધન છે. જો આ પ્રસ્તાવ પસાર થાય તો, તે ડેમોક્રેટ્સને એક સ્વતંત્ર પંચ દ્વારા તૈયાર કરાયેલા નકશાને નવા નકશાઓથી બદલવાની મંજૂરી આપશે. આ નવા નકશાઓનો ઉપયોગ આગામી મધ્યસત્ર ચૂંટણીઓમાં થશે અને રાજ્યમાં કોંગ્રેસના જિલ્લાઓનું પુનર્નિર્ધારણ કરવામાં આવશે. આ યોજનાને કારણે રિપબ્લિકન પાર્ટીના કબજા હેઠળની અમેરિકન સંસદની પાંચ બેઠકો સંભવિતપણે પલટાઈ શકે છે.

2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી જો બાઈડેનથી હાર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી. જોકે, અધિકારીઓ અને કોર્ટે આ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. બીજી તરફ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ મતપત્ર પહેલ મતદાનનું સમર્થન કર્યું છે, જેના માટે 4 નવેમ્બરના રોજ વોટિંગ થવાનું છે, જ્યારે વહેલું મતદાન પહેલેથી જ શરૂૂ થઈ ચૂક્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement