For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે લાખ પગાર, મફત રહેઠાણ, ભોજન અને સારવાર, ઈઝરાયલની ભારતીયોને ઓફર

05:46 PM Sep 11, 2024 IST | Bhumika
બે લાખ પગાર  મફત રહેઠાણ  ભોજન અને સારવાર  ઈઝરાયલની ભારતીયોને ઓફર
Advertisement

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બમ્પર જોબ વેકેન્સી સામે આવી છે. ઇઝરાયેલે અહીં નોકરી માટે 15,000 લોકોની ભરતી કરી છે. ઈઝરાયેલે 10,000 ભારતીય બાંધકામ કામદારો માટે ભરતી અભિયાન ચલાવવા અંગે ફરી એકવાર ભારતનો સંપર્ક કર્યો છે. આ સાથે ઈઝરાયેલ 5000 કેરટેકર્સની પણ ભરતી કરશે. આ પહેલીવાર નથી, ગયા વર્ષે પણ ઇઝરાયેલે કામદારો માટે આવી જ રીતે ભારતનો સંપર્ક કર્યો હતો.

યુદ્ધ, ગોળીઓ અને બોમ્બ ધડાકાથી પીડિત ઈઝરાયેલમાં નોકરીઓ માટે લાખો અરજીઓ આવે છે. ગત વર્ષે પણ નોકરીની રાહ જોતા લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. વાસ્તવમાં, આ નોકરી માટે મળતો પગાર અને સુવિધાઓ લોકોને આકર્ષે છે, જેના કારણે તેઓ યુદ્ધની વચ્ચે ત્યાં જઈને કામ કરવા તૈયાર થઈ જાય છે.ઇઝરાયેલની પોપ્યુલેશન ઇમિગ્રેશન એન્ડ બોર્ડર ઓથોરિટી (ઙઈંઇઅ) એ 15,000 લોકો માટે અરજીઓ આમંત્રિત કરી છે, જેના માટે આ કંપની આવતા અઠવાડિયે ભારતની મુલાકાત લેશે. બાંધકામ કામદારોની ભરતી અભિયાનનો બીજો તબક્કો મહારાષ્ટ્રમાં યોજાશે. ઇઝરાયેલને તેની હેલ્થકેર સેવાઓ સુધારવા માટે 5000 કેરટેકર્સની જરૂૂર છે. નોકરી માટે જરૂૂરી તમામ શરતો જારી કરવામાં આવી છે. નેશનલ સ્કીલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલની નવી વિનંતી વર્ષની શરૂૂઆતમાં કરવામાં આવેલી સમાન ભરતી વિનંતીને અનુસરે છે.

Advertisement

ભારતીય કામદારોને બાંધકામ ક્ષેત્રે કામ કરવા માટે ઈઝરાયેલ લઈ જવામાં આવશે. એક લાખથી વધુ પેલેસ્ટિનિયન કામદારો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ આવું કરવામાં આવી રહ્યું છે. ઇઝરાયેલ દૂતાવાસના આંકડાઓને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને માર્ગો દ્વારા લગભગ 5,000 કામદારોની ભરતી કરવામાં આવી છે. નેશનલ સ્કીલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનએ સરકાર-થી-સરકારી ભરતીઓ હાથ ધરી છે.
જ્યારે વિદેશ મંત્રાલયની દેખરેખ હેઠળ ખાનગી એજન્સીઓએ બિઝનેસ-ટુ-બિઝનેસ ભરતીઓ હાથ ધરી છે. ઇઝરાયેલ માટે બાંધકામ કામદારોની ભરતીના પ્રથમ રાઉન્ડમાં કુલ 16,832 ઉમેદવારોએ કૌશલ્ય કસોટીમાં હાજરી આપી હતી, જેમાંથી 10,349 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

નોકરી માટે પસંદ કરાયેલા લોકોને દર મહિને 1.92 લાખ રૂૂપિયાનો પગાર મળશે. આ સિવાય ફ્રી મેડિકલ ઈન્સ્યોરન્સ, ફ્રી ફૂડ અને રહેવાની સુવિધા મળશે. પગાર ઉપરાંત કર્મચારીઓને દર મહિને 16,515 રૂૂપિયાનું બોનસ પણ આપવામાં આવે છે. પગાર અને બોનસ પેકેજ જોઈને લોકો યુદ્ધની વચ્ચે કામ કરવા તૈયાર થઈ જાય છે. ગયા વર્ષે નવેમ્બરમાં બંને સરકારો વચ્ચે સમજૂતી થયા બાદ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભરતી માટે તમામ રાજ્યોનો સંપર્ક કર્યો હતો. આ નોકરી માટે ભરતી અભિયાનનો પ્રથમ રાઉન્ડ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને તેલંગાણામાં હાથ ધરવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement