ચેમ્પિયન ટ્રોફીમાં ડ્યૂટીની ના: 150 પોલીસકર્મી સસ્પેન્ડ
હાલ પાકિસ્તાનની યજમાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે. તમામ ટીમો હાલ પાકિસ્તાનમાં છે. ત્યારે તેમની સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે. જો કે પાકિસ્તાની પોલીસ કર્મચારીઓએ આ માટે સોંપવામાં આવેલી ડ્યુટીઓને કરવાની ના પાડી દીધી હતી. જેને લઈને 100 થી વધારે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન અનેક વખત પોતાની ડ્યુટી પર હાજર ન રહેનાર અને તેમને સોંપવામાં આવેલ ડ્યુટી કરવાની ના પાડનાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 100 થી વધારે કર્મચારીઓને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.અધિકારીએ કહ્યું કે પોલીસ અધિકારીઓએ લાહોરમાં ગદ્દાકી સ્ટેડિયમના રસ્તે આવેલ હોટલોની વચ્ચે યાત્રા કરનારી ટીમોને સુરક્ષા આપવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પરંતુ અનેક પોલીસ કર્મચારીઓ ડ્યુટી પર ન આવ્યા અને કાં તો તેમની ડ્યુટી કરવાની ના પાડી દીધી. જે અંગે આઈજીપી પંજાબ ઉસ્માન અનવરે આ મામલે પગલું લેતા સંબંધિત કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.તેમણે કહ્યું કે જ્યારે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટની વાત આવે છે ત્યારે કોઈ પણ બેદરકારીને સ્થાન નથી.