ફ્રાંસના સંગીત મહોત્સવમાં 150 લોકો પર ભેદી સિરિંજ હુમલો
પીડિતો મોટાભાગે ટીનેજ યુવતીઓ: રેપ ડ્રગ્સ અપાયું હોવાની આશંકા: ડઝનેકની ધરપકડ
ફ્રાન્સમાં યોજાયેલા દેશવ્યાપી સંગીત મહોત્સવ દરમિયાન શનિવારે લગભગ 150 કોન્સર્ટમાં આવેલા લોકો, જેમાં મોટાભાગની ટીનએજ યુવતીઓ હતી, તેમને સિરીંજ વડે ભેદી રીતે ઇજા પહોંચાડવામાં આવી હતી. આ હેરાન કરનારી ઘટનાના સંબંધમાં એક ડઝન શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું છે.
સ્થાનિક અને રાષ્ટ્રીય કાયદા અમલીકરણ એજન્સીઓ આ વિકૃત ઘટનાઓની લહેરની તપાસ કરી રહી છે, જેમાં શંકાસ્પદ વ્યક્તિઓએ અજાણ્યા પદાર્થોથી ભરેલી સિરીંજ વડે દેશભરમાં લોકપ્રિય ‘ફેટ્સ ડી લા મ્યુઝિક’ (World Music Day) ઉત્સવમાં 145 પીડિતોને ઇજા પહોંચાડી હતી. આ હુમલાઓને કારણે ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રથમ હુમલાની જાણ મેટ્ઝના રુ ડુ પેલેસમાં રાત્રે 9:15 વાગ્યે પોલીસને કરવામાં આવી હતી, એમ મેયર ફ્રાન્કોઇસ ગ્રોસડીડીએ જણાવ્યું હતું. સત્તાવાળાઓને હુમલામાં સામેલ એક શંકાસ્પદ વ્યક્તિ અંગે રિપોર્ટ મળ્યો અને સુરક્ષા ફૂટેજનો ઉપયોગ કરીને તેને શોધી કાઢવામાં આવ્યો, એમ ગ્રોસડીડીએ કહ્યું. તેમણે ઉમેર્યું, મ્યુનિસિપલ પોલીસે તેને રુ સર્પેનોઇસ પર ઓળખી, ધરપકડ કરી અને તેને રાષ્ટ્રીય પોલીસ અને ન્યાય વિભાગને સોંપી દીધો.