For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાઝાપટ્ટીના રાફામાં ઈઝરાયલી હવાઈ હુમલામાં 13 લોકોનાં મોત

11:31 AM Feb 09, 2024 IST | Bhumika
ગાઝાપટ્ટીના રાફામાં ઈઝરાયલી હવાઈ હુમલામાં 13 લોકોનાં મોત

ગાઝા પટ્ટીના રાફામાં મોડી રાત સુધી ઈઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસની યુદ્ધવિરામની શરતોને નકારી કાઢ્યાના કલાકો બાદ આ હુમલાઓ થયા છે. પટ્ટીની અડધાથી વધુ વસ્તી રાફા ભાગી ગઈ છે, જે માનવીય સહાયતા પહોંચાડવા માટે મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પણ છે.

Advertisement

હોસ્પિટલના કહ્યા મુજબ રાત્રી દરમિયાન થયેલા હુમલાઓમાં બે મહિલાઓ અને 5 બાળકો સહિત ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. છેલ્લા 4 મહિના દરમિયાન ઈઝરાયેલના હવાઈ અને જમીની હુમલાઓમાં 27000થી વધુ પેલેસ્ટાઈન લોકોના મોત થયા છે. વિસ્તારની મોટાભાગની વસ્તી ખોરાકની અછતનો ગંભીર રીતે સામનો કરી રહી છે. વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું છે કે હમાસ પર પૂર્ણ વિજય ના થાય ત્યાં સુધી હુમલાઓ ચાલુ રહેશે.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બુધવારે સંઘર્ષ વિરામ અને બંધકોને છોડવા સંબંધિત કરાર માટે હમાસની શરતોને નકારી કાઢી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement