યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયન સેનામાં કામ કરતા 12 ભારતીયોના મોત, 16 લાપતાં, જાણો શું કહ્યું વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં રશિયન સશસ્ત્ર દળોમાં સેવા આપતા ઓછામાં ઓછા 12 ભારતીયોના મોત થયા છે. મંત્રાલયે કહ્યું કે લગભગ 18 ભારતીય નાગરિકો હજુ પણ સેનામાં સેવા આપી રહ્યા છે, જેમાંથી 16 લોકોના ઠેકાણા હજુ સુધી લાપતા છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “ભારતીય નાગરિકો રશિયન સેનામાં સામેલ થયા હોય તેવા 126 કેસ સામે આવ્યા છે. જેમાંથી 96 લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે. રશિયન સેનામાં હજુ સુધી 18 ભારતીય નાગરિક વધ્યા છે અને તેમાંથી 16 લાપતા છે. રશિયા દ્વારા તેઓને લાપતાની શ્રેણીમાં રાખ્યા છે. અમે વધેલા નાગરિકોની જલ્દી મુક્તિ અને સ્વદેશ વાપસીની માંગ કરી રહ્યા છીએ.'... આ સિવાય અમે વધેલાં ભારતીય નાગરિકોની જલ્દીથી મુક્તિ અને સ્વદેશ વાપસીની માંગ કરી છે."
https://x.com/ANI/status/1880204973759484131
આ નિવેદન ભારત દ્વારા યુક્રેનમાં કેરળના એક વ્યક્તિની મોત બાદ રશિયન સેનાને ભારતીય નાગરિકોની જલ્દીથી જલ્દી મુક્તિ માટે નવેસરથી કરેલી અરજી બાદ આવ્યું છે. યુક્રેન યુદ્ધમાં રશિયા માટે લડી રહેલાં ભારતીય નાગરિકોની સ્થિતિ ભારત માટે એક મોટી ચિંતા બની ગઈ છે. નોંધનીય છે કે, ફેબ્રુઆરી 2024માં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કર્યા બાદ હજારો વિદેશી નાગરિકોને આ યુદ્ધમાં લડવા માટે ભરતી કરવામાં આવ્યા હતાં. જેમાંથી ઘણાં ભારતીય પણ સામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે જુલાઈમાં મોસ્કોમાં રશિયન રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાર્તા દરમિયાન રશિયન સેનામાં કાર્યરત ભારતીય નાગરિકોની તુરંત મુક્તિનો મુદ્દો યોગ્ય રીતે ઉઠાવવામાં આવ્યો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં ભારતીય અધિકારીઓએ કહ્યું હતું કે, 85 ભારતીય નાગરિકોને રશિયન સેનામાંથી મુક્ત કરી દેવાયા છે. આ સાથે 20 અન્યની મુક્તિના પ્રયાસ શરૂ છે. ઓગસ્ટ 2024 માં રાષ્ટ્રીય દૂતાવાસે કહ્યું કે, મોસ્કો અને નવી દિલ્હી એવા ભારતીય નાગરિકોની તુરંત ઓળખ અને મુક્તિ માટે નજીકના સંકલનમાં કામ કરી રહ્યાં છે. જે સ્વેચ્છાથી લશ્કરી સેનામાં સામેલ થયા હતાં અનેસ હવે ઘરે પરત ફરવા ઈચ્છે છે.