રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમેરિકા જવાની લહાયમાં નીકળેલા 11 ભારતીયોને નેપાળમાં બંધક બનાવાયા

06:57 PM Feb 16, 2024 IST | Bhumika
Advertisement

નેપાળ પોલીસે માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સમયગાળા દરમિયાન 8 ભારતીય માફિયાઓની તેમના નેપાળી સહયોગીઓ સાથે ધરપકડ કરવામાં આવી છે. તેમણે વિદ્યાર્થીઓ સહિત 11 ભારતીયોને અમેરિકા મોકલવાના વચન સાથે બંધક બનાવ્યા હતા. તેમને બચાવવાની સાથે તમામ આઠ ભારતીય અને નેપાળી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. નેપાળ પોલીસે તેને ઘાયફિશિંજ્ઞક્ષ ઉીક્ષસશ નામ આપ્યું છે.
નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર બચાવી લેવામાં આવેલા લોકો અને માફિયા સભ્યો તમામ પંજાબ અને હરિયાણાના રહેવાસી હતા. પોલીસે જણાવ્યું હતું કે, કાઠમંડુના બહારના ભાગમાં ભાડાના મકાનમાં 11 લોકોને બે અઠવાડિયાથી વધુ સમયથી બંધક બનાવવામાં આવ્યા હતા.

Advertisement

ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે કાર્યવાહી કરીને રાતોપુલના ધોબીખોલા કોરિડોરમાં નેપાળી નાગરિકના ખાનગી નિવાસસ્થાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તમામ 11 ભારતીય નાગરિકો ત્યાં હાજર હતા અને તેમને બચાવી લેવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તેને મેક્સિકો થઈને અમેરિકા મોકલવાના બહાને બંધક બનાવવામાં આવ્યો હતો.

ભારતીય નાગરિકો, મોટાભાગે વિદ્યાર્થીઓ, ભારતીય માફિયાના સભ્યો સહિત એજન્ટો દ્વારા તેમને અમેરિકા મોકલવાના ખોટા વચનો સાથે અને દરેક વ્યક્તિ પાસેથી રૂૂ. 45 લાખ અને કાઠમંડુમાં તેમના આગમન પર ઞજ 3000 ચાર્જ વસૂલવામાં આવતા હતા.

પોલીસ વડાએ જણાવ્યું હતું કે, લોજિસ્ટિક્સ સેવાઓ પૂરી પાડવામાં મદદ કરનાર નેપાળના સાથીદારની પણ ધરપકડ કરવામાં આવી છે. બચાવી લેવામાં આવેલા ભારતીયો નેપાળ પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલી કાઠમંડુની એક હોટલમાં રોકાયા છે અને ભારતીય દૂતાવાસ, વિદેશ મંત્રાલય અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ તેમને ભારત પરત મોકલવામાં આવશે. જ્યારે બંધકો બે અઠવાડિયાથી વધુ સમય સુધી ભાડાના મકાનમાં રહ્યા હતા ત્યારે તેઓને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો.
, ધમકી આપવામાં આવી હતી અને રૂૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.

Tags :
AmericaAmerica newsworldWorld News
Advertisement
Next Article
Advertisement