For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

108 વર્ષના દાદા, 107 વર્ષના દાદી, વિશ્ર્વના સૌથી વયસ્ક પતિ-પત્ની

10:46 AM Nov 26, 2025 IST | Bhumika
108 વર્ષના દાદા  107 વર્ષના દાદી  વિશ્ર્વના સૌથી વયસ્ક પતિ પત્ની

અમેરિકામાં એક સેન્ચુરિયન કપલ છે જે પૃથ્વી પર હયાત હોય એવાં સૌથી વૃદ્ધ પતિ-પત્નીનો દરજ્જો ધરાવે છે. 108 વર્ષના લાયલ નામના દાદા અને 107 વર્ષનાં એલીનોર નામનાં દાદી પહેલી વાર 1941માં એક કોલેજમાં સ્ટુડન્ટ્સ હતાં ત્યારે મળેલાં. પહેલી જ નજરે પ્રેમ થઈ જાય એવું જ કંઈક આ યુગલ વચ્ચે બન્યું. મુલાકાતના બીજા વર્ષે તો તેમણે લગ્ન પણ કરી નાખ્યાં.
આજે 83 વર્ષથી બન્ને સાથે

Advertisement

છે. 1942ની ચોથી જૂને તેમણે લગ્ન કર્યાં હતાં. લગ્નજીવનથી તેમને એક દીકરો અને બે દીકરી છે અને તેમનો પરિવાર પણ હર્યોભર્યો થઈ ગયો છે. અમેરિકાનું આ યુગલ બબ્બે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ ધરાવે છે.

એક તો તેઓ સૌથી વયસ્ક પતિ-પત્ની છે અને બીજો, તેઓ સૌથી લાંબું લગ્નજીવન જીવનારું યુગલ છે. આ ઉંમરે પણ બન્ને એકમેકના પ્રેમમાં એવાં જ ડૂબેલાં છે જાણે હજી કોલેજમાંથી બહાર આવ્યાં હોય. આવો તરોતાજા પ્રેમ કઈ રીતે જાળવી શક્યાં એવું જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું હતું કે અમે રોજ સાથે બેસીને એક ડ્રિન્ક શેર કરીએ છીએ. અમારો આ નિયમ અમને પરસ્પર પ્રત્યેના પ્રેમને જીવંત રાખવા માટે પૂરતો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement