અમેરિકામાં કોરોના રસીથી 10 બાળકોના મોત: FDAના રિપોર્ટથી ખળભળાટ
વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોના વેક્સિનની સુરક્ષાને લઈને એક અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત સામે આવી છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના એક લીક થયેલા આંતરિક દસ્તાવેજમાં સ્વીકારવામાં આવ્યું છે કે કોવિડ 19 વેક્સિનની આડઅસરને કારણે 10 બાળકોના મોત થયા છે. આ મૃત્યુ પાછળનું મુખ્ય કારણ બાળકોના હૃદયમાં આવેલો સોજો (માયોકાર્ડિટિસ) હોવાનું તારણ છે.
આ અહેવાલ બહાર આવતા જ અમેરિકા સહિત સમગ્ર વિશ્વના વાલીઓમાં ભયનું મોજું ફરી વળ્યું છે અને તબીબી જગતમાં વેક્સિનની આડઅસરોને લઈને નવી ચર્ચાઓ શરૂૂ થઈ છે.
મીડિયા અહેવાલો અનુસાર, આ સનસનીખેજ ખુલાસો ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન-FDA ના એક કોન્ફિડેન્શિયલ મેમો દ્વારા થયો છે, જે કથિત રીતે ચીફ મેડિકલ ઓફિસર વિનય પ્રસાદ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વેક્સિન લીધા બાદ આ બાળકોમાં માયોકાર્ડિટિસ (ખુજ્ઞભફમિશશિંત) ના લક્ષણો જોવા મળ્યા હતા, જે હૃદયના સ્નાયુઓમાં આવતો ગંભીર સોજો છે. અત્યાર સુધી આ સ્થિતિને વેક્સિનની ખૂબ જ દુર્લભ આડઅસર માનવામાં આવતી હતી.
પરંતુ તે જીવલેણ સાબિત થઈ શકે છે તેવો ડર સાચો પડ્યો છે.