For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર યોજાશે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ, બેસ્ટ ફિલ્મોનું સ્ક્રીનિંગ

12:12 PM Jun 10, 2024 IST | admin
ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર યોજાશે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ  બેસ્ટ ફિલ્મોનું સ્ક્રીનિંગ

28થી 30 જૂન દરમ્યાન આયોજન, 4000થી વધુ ગુજરાતીઓ જોડાશે

Advertisement

ગુજરાતીઓની સાથે હવે ગુજરાતી ફિલ્મો પણ ગ્લોબલ બનતી જાય છે. આ વર્ષે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024 ઓસ્ટ્રેલિયાના સિડનીના ઓપેરા હાઉસમાં યોજાશે. ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ એટલે કે IGFFની 5મી આવૃત્તિ 28 થી 30 જૂન, 2024 દરમિયાન યોજાવા જઈ રહી છે.
ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024ની ટીમમાં ગુજરાતીની સાથે હિંદી ફિલ્મના ગુજરાતી કલાકારો પણ સામેલ થયા છે. ફિલ્મ ફેસ્ટિવલના ડાયરેક્ટર ફિલ્મ નિર્દેશક ઉમેશ શુકલા છે. આ ઉપરાંત IGFFની 2024ની સિઝન માટે જ્યુરી મેમ્બર્સમાં અભિનેત્રી ગોપી દેસાઈ, લેખક જય વસાવડા, સ્ટોર્મ એશવુડ, ફેસ્ટિવલના સ્થાપક કૌશલ આચાર્યનો સમાવેશ થાય છે. સિડની ખાતે ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ 3 દિવસ માટે યોજાશે. જેમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં રહેતા અંદાજે 4000 થી વધુ ગુજરાતીઓ બેસ્ટ ગુજરાતી ફિલ્મોનો આનંદ માણશે.
આ પહેલા અમેરિકાના 4 સ્થળોએ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો. અમેરિકાના ન્યૂજર્સી, લોસ એન્જલસ, એટલાન્ટા અને શિકાગો ખાતે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં અંદાજે 5000 થી વધુ લોકોએ ગુજરાતી ફિલ્મોના આનંદ માણ્યો હતો. ચાલુ વર્ષે સિડનીના આપેરા હાઉસ ખાતે યોજાનારો ફિલ્મ ફેસ્ટિવલ દેશની પ્રાદેશિક ભાષાનો પ્રથમ ફિલ્મ ફેસ્ટિવલ બનશે.
સિડનીના ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ કલાકારો સહભાગી બનશે. આ સાથે જ ગુજરાતી સંસ્કૃતિના અનોખા આ ફેસ્ટિવલમાં અનેક ફિલ્મ રસિકો અને ઉદ્યોગ વ્યાવસાયિકો સહભાગી બનશે. વર્ષ 2024ના ફિલ્મ ફેસ્ટિવલમાં દેવેન ભોજાણી, સિદ્ધાર્થ રાંદેરિયા, પાન નલિન, ઉમેશ શુક્લા, હિતુ કનોડિયા, જય વસાવડા, મલ્હાર ઠાકર, રૌનક કામદાર, પાર્થિવ ગોહિલ, ચેતન ધાનાણી, ગોપી દેસાઈ, માનસી પારેખ, મોનલ ગજ્જર, શ્રદ્ધા ડાંગર, પૂજા જોશી અને કિંજલ રાજપરિયા હાજર રહેશે.

11 ફિલ્મોની પસંદગી
બચુભાઈ
બિલ્ડર બોયઝ
ફાટી ને?
હું એને તું
ઇટ્ટા કિટ્ટા
ઝમકુડી
કસૂંબો
લોચા લાપસી
સમંદર
વાર તેહવાર
વેનીલા આઈસક્રીમ

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement