For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા જિલ્લામાં એકપણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી

05:52 PM Mar 26, 2024 IST | Bhumika
દ્વારકા જિલ્લામાં એકપણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી

Advertisement

મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, સાથોસાથ વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ એટલું જ સુસજ્જ છે. જ્યાં પરિવહનની જરૂરી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે.

આવી તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી. પંડ્યાના વડપણ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અજાડ ટાપુ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના સંકલ્પને સાર્થક કરવાના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું આવું જ એક સ્થળ છે અજાડ ટાપુ. અજાડ ટાપુ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે. જે ટાપુ દરિયા કિનારાથી લગભગ 10 કિ.મી. દૂર છે. આ વિસ્તારના માત્ર 40 મતદારો માટે તંબુ (Tent) માં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ ટાપુ પર એક મતદાન મથક સ્થાપિત કરવામાં આવે છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. પરિવહનનો એકમાત્ર રસ્તો બોટ છે, આ મતદાન મથક ખાતે મતદાન સ્ટાફને મોટા આસોટાથી 13 કિ.મી. જેટલા રસ્તા મારફતે ગડુ વિસ્તાર પહોંચી ત્યાંથી બોટ મારફત અંદાજિત 4.3 નોટીકલ માઇલ દરિયાઇ મુસાફરી કરે છે અને મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે.

મતદાન મથક માટે તેની ભૌતિક અને ભૌગોલિક વિશિષ્ટતા અને અંતરને ધ્યાનમાં રાખીને અલાયદો માર્ગ નક્કી કરવામાં આવે છે. ટાપુ ખાતે ટેન્ટ લગાવી તેનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે. જ્યાં તમામ ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સર્વસમાવેશી ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના પ્રયાસનું આ એક ઉત્તમ ઉદાહરણ સમાન છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું આવું જ એક મતદાન મથક છે કિલેશ્વર નેસ. આ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે. નેસ વિસ્તારમાં બરડા પર્વતના ઊંડા જંગલ વિસ્તારમાં આવેલ આ વિસ્તારમાં 516 જેટલા મતદારો નોંધાયેલા છે. તે મતદાન મથક સાથે સંપર્ક કરવાનું એકમાત્ર સાધન વાયરલેસ સેટ છે. અહીં પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન અંગેની તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દરેક મતદાર મતદાન કરી શકે તેની પૂરતી કાળજી લેવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement