સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

વરસાદી માહોલ વચ્ચે ખાદ્ય પદાર્થો વેચતા 23 વિક્રેતાઓનેફ ત્યાં ફૂડ શાખાનું સઘન ચેકિંગ

12:34 PM Jul 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા વરસાદી સીઝનની વચ્ચે રોગચાળો ન ફેલાય, અને ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વિક્રતાઓ દ્વારા હાઇજેનિક કન્ડિશન રાખવામાં આવે, તે બાબતેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી ગુજરી બજાર કે જેની વચ્ચે ખાદ્ય પદાર્થનું વેચાણ કરવા વાળા તેમજ શહેરના અન્ય જુદા જુદા 23 જેટલા નાના ધંધાર્થીઓને ત્યાં હાઇજેનિક કન્ડિશન અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને જરૂૂરી સુચના અપાઈ હતી. તેમજ આખાદ્ય ખોરાકનો સ્થળ પરજ નાશ પણ કરવામાં આવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા પ્રદશેન ગ્રાઉન્ડ મા ભરાયેલી શુક્રવારી બજાર મા તથા અલગ અલગ વિસ્તાર મા અલગ અલગ ખાણીપીણી જેવી કે ગોલા-ગુલ્ફી ,સરબત ,ઘૂઘરા ,ઘૂઘરા ની ચટણી ,શેરડી નો રસ , સોડા બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટર ને ત્યાં રૂૂબરૂૂ ઇન્સપેક્શન કરાયું હતું. જે મુલાકાત દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણી મા કલોરીનેશન જાળવવા ,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા ,સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,ફરજીયાત નિયમિત પાણી મા કલોરીનેશન કરવા, અંગે સુચના આપવામાં આવી હતી. તેમજ કે ટોક અખાદ્ય ખોરાક ગણાય આવતા તેનો સ્થળ પર જ નાશ કરાવાયો હતો.
તદુપરાંત શહેર મા આવેલી આઈસ ફેક્ટરી જેવી કે બેડેશ્વર મા આવેલ આઝાદ આઈસ ફેક્ટરી , હાપા મા આવેલ શિતલ તેમજ અમી આઈસ ફેક્ટરી અને જેઠવા આઈસ ફેક્ટરી મા ઈન્સ્પેક્શન કરી , કોરોઝન યુક્ત આઈસ ક્ધટેનર બદલવા,પાણી મા સુપર ક્લોરીનેશન જાળવવા , ઓવરહેડ તેમજ અન્ડર ગ્રાઉન્ડ ટાંકા ની નિયમિત રીતે સાફ સફાઈ જળવાઈ તે જોવા તાકીદ કરવામાં આવેલ તેમજ દરેક ને લોક બુક નિભાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.

Tags :
gujaratgujarat newsjamnagarJamnagar Municipal Corporationjamnagar news
Advertisement
Next Article
Advertisement