For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાની 15 ટીમોની સઘન ઝુંબેશ વધુ 129 પશુઓ ઢોર ડબ્બે પૂરાયા

03:48 PM Nov 24, 2023 IST | Sejal barot
મનપાની 15 ટીમોની સઘન ઝુંબેશ વધુ 129 પશુઓ ઢોર ડબ્બે પૂરાયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલે સવારે 6 ટીમ, બપોર પછી 6 ટીમ તથા રાત્રે 3 ટીમ એમ કુલ 15 ટીમો દ્વારા શહેરમાંથી રખડતા પશુ પકડવાની કામગીરી 24 કલાક ચાલુ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી શાખા દ્વારા તા.20/11/2023ના રોજ 48, તા.21/11/2023ના રોજ 51 તથા તા.22/11/2023ના રોજ 30, એમ કુલ 129 પશુઓ નીચેના વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરના નવો 150 ફૂટ રીંગ રોડ, મવડી એનિમલ હોસ્ટેલ પાસે, ગોપાલ ચોક, નટરાજનગર, પાટીદાર ચોક, 56 ક્વાર્ટર, મારૂૂતિનગર મેઈન રોડ, ચંદનપાર્ક, માર્કેટીંગ યાર્ડ, ગ્રીનલેન્ડ ચોકડી, મંછાનગર, નરસિંહનગર, માલધારી સોસાયટી, ન્યુ શક્તિ સોસાયટી, પ્રદ્યુમનપાર્ક મેઈન રોડ, ગોકુલ રેસીડેન્સી, માધવ વાટીકા પાસે, દેવકી નંદન સોસાયટી, બાલક્રુષ્ણ સોસાયટી, હોકળા અંદર રાજારામ પાર્ક, અંકુરનગર, રૈયાધાર, શાસ્ત્રીનગર, કોઠારીયા રોડ, માન સરોવર મેઈન રોડ, અજય બ્રીજની સામે, રામપાર્ક, રામવન મેઈન રોડ, મારવાડીવાસ, પ્રહલાદ પ્લોટ, લક્ષ્મીવાડી, મીલપરા, જડેશ્વર, વેલનાથ, કોઠારીયા સર્વિસ રોડ, રણુજાનગર, રીધ્ધી સીધ્ધી સોસાયટી, કરણપરા 3, કોટક શેરી 2/5, પેલેસ મેઈન રોડ, બંસી રેસીડેન્સી, વીર હનુમાન ચોક, લાલપરી મફતીયા પૂલ પાસે, રસુલપરા મેઈન રોડ, મટુકી રેસ્ટોરન્ટ, નવી કોર્ટ સામે, યોગરાજનગર, રામનાથ ઈન્ડસ્ટ્રીઝ, પરસાણાનગર મેઈન રોડ, પોપટપરા મેઈન રોડ, મવડી મેઈન રોડ, પુનિતનગર મેઈન રોડ, કેવડાવાડી આજી જી.આઈ.ડી.સી., નવાગામ પૂલ નીચે, લાલપરી વોકળા, સેટેલાઈટ, સાધુવાસવાણી રોડ, જય જવાન જય કિશાન, ઘંટેશ્વર મેઈન રોડ, રણછોડદાસ આશ્રમ બાજુમાં, રાજમોતી મીલ પાસે, દુધની ડેરી પાછળ, સંજયનગર, કનકનગર તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 129 પશુઓ પકડવામાં આવેલ છે.
શહેરમાં પશુઓ રાખવા માટે પરમીટ/લાયસન્સ પશુપાલકે મેળવી લેવાનું રહેશે. પરમીટ/લાયસન્સ ધારક પશુપાલકો તેઓનાં પશુઓ પરમીટ/લાયસન્સ વાળી જગ્યામાં રાખી શકશે. ચીપ અને ટેગ વિનાનાં પશુઓ તેમજ લાયસન્સ/પરમીટ વિનાના પશુઓ શહેરમાં રાખી શકતા નથી. આવા પશુઓ જપ્ત કરી ઢોર ડબ્બે પુરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement