For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લગ્નની લાલચે સગીરા પર દુષ્કર્મ, ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડની ધરપકડ

04:35 PM May 02, 2024 IST | Bhumika
લગ્નની લાલચે સગીરા પર દુષ્કર્મ  ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડની ધરપકડ
Advertisement

તારી ઉંમર પુખ્ત થાય એટલે લગ્ન કરીશ, વચન આપી આરોપીએ ઘરે બોલાવી અવાર-નવાર શરીરસંબંધ બાંધ્યો

Advertisement

રાજકોટમાં તરૂૂણીને લગ્નની લાલચ આપી તેની ઉપર દૂષ્કર્મ ગુજારવા અંગે ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ અજય રાજેશ પ્રજાપતિ (રહે. ઉજજવલ સોસાયટી શેરી નં.1, મોરબી રોડ) વિરૂૂધ્ધ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.જેના આધારે પોલીસે પોકસો, દૂષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લઈ તપાસ શરૂૂ કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ,ભોગ બનનાર તરૂૂણી વહેલી સવારે ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહ્યા બાદ પરત આવી ત્યારે પરિવારના સભ્યોએ પૂછપરછ કરતા કહ્યું કે આરોપી સાથે તેને બે મહિના પહેલાં ઈન્સ્ટાગ્રામ મારફત ઓળખાણ થઈ હતી. જેને કારણે બંને મિત્રો બની ગયા હતા. એટલું જ નહીં અવાર-નવાર એકબીજા સાથે ફોનમાં વાતો કરતા હતા.ક્યારેક-ક્યારેક મળતા પણ હતા.આરોપીએ તેને કહ્યું હતું કે હું તને ખુબ જ પ્રેમ કરૂૂ છું, મારે તારી સાથે લગ્ન કરવા છે. દોઢેક માસ પહેલાં આરોપીએ પરિવારના સભ્યો સુઈ ગયાનું જણાવી તેને પોતાના ઘરે બોલાવી હતી.ત્યાં જતાં આરોપીએ શરીર સંબંધ બાંધ્યો હતો.તેના થોડા દિવસો બાદ ફરીથી ઘરે બોલાવી હતી.ફરીથી શરીર સંબંધની વાત કરતા તેણે લગ્ન પછી કહ્યું હતું.આ વખતે આરોપીએ કહ્યું હતું કે આપણે લગ્ન કરવાના જ છે.એટલે તું ચિંતા ના કર.બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

ગઈકાલ સવારે ફરીથી તેને પોતાના ઘરે બોલાવી હતી.તે વખતે આરોપીએ કહ્યું કે હવે તારી ઉંમર પુરી થાય એટલે આપણે લગ્ન કરી લઈશું, હું તારા સિવાય કોઈની સાથે લગ્ન નહીં કરૂૂ તેમ કહી ફરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.પુત્રી પાસેથી માહિતી મેળવ્યા બાદ વાલીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના આધારે પોલીસે તરૂૂણીના પિતાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી બી ડિવિઝન પીઆઇ એસ.એમ.જાડેજા અને રાઇટર બ્રિઝરાજસિંહ ગોહિલ સહિતના સ્ટાફે આરોપીને પકડી લીધો હતો.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ અને સગીરાઓને આવી રીતે ફસાવવામાં આવે છે

સોશિયલ મીડિયા એપ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર પરિચયમાં આવી અને બાદમાં યુવતીઓને ખોટા વાયદાઓ આપી તેની સાથે વાતચીત કરી વિશ્વાસમાં ભોળવી તેને પ્રેમજાળમાં ફસાવી અને લગ્ન કરવાની લાલચ આપ્યા બાદ દગો આપવાના બનાવ બની દિવસેને દિવસે વધી રહ્યા છે.જ્યારે મહિલાઓ પણ સામે વાળા વ્યક્તિના વૈભવી જીવન પર મોહીને પોતાનું સર્વશ્વ તેમને સોંપી દે છે અને પછી વિશ્વાસઘાતનો ભોગ બને છે.ત્યારે ઉપરોક્ત કિસ્સો આજના જમાનામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ માટે લાલબત્તી સમાન છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement