For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાણીના કૂવામાં ડૂબી જતાં માસૂમ બાળકનું મૃત્યુ

04:18 PM May 15, 2024 IST | Bhumika
પાણીના કૂવામાં ડૂબી જતાં માસૂમ બાળકનું મૃત્યુ
Advertisement

નવાગામમાં માતાની નજર સામે જ બનેલી અરેરાટી ભરી ઘટના

શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે નવાગામ પાસે રહેતા શ્રમિક પરિવારનો બે વર્ષનો પુત્ર રમતા રમતા માતાની નજર સામે જ પાણીના કૂવામાં પડી જતાં તેમને બહાર કાઢી હોસ્પિટલે લઇ જવામાં આવતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ મામલે બી ડિવીઝન પોલીસે કાગળો કર્યા હતાં.

Advertisement

બનાવની વધુ વિગતો અનુસાર નવાગામમાં ગુરૂદેવ ઇન્ડસ્ટ્રીઝ પાસે રહેતા નાનકાભાઇ વિઘલીયાનો બે વર્ષના પુત્ર સચીન રમતા-રમતા પાણીના કૂવામાં પડી જતા તેમને બહાર કાઢી પિતાએ ઝનાના હોસ્પિટલે ખસેડયો હતો. ત્યાં તબીબોએ જોઇ તપાસી બાળકને મૃતજાહેર કર્યો હતો.

ત્યાંથી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે. આ મામલે બી ડીવીઝન પોલીસનાં હેડકોન્સ્ટેબલ હિતેશભાઇ કોઠીવાળ અને રાઇટર નિરેનભાઇ આહીરે કાગળો કર્યા હતા.

પોલીસમાંથી જાણવા મળ્યુ હતું કે, મૃતકનો પરિવાર નવાગામે આવેલી ગુરૂદત ઇન્ડસ્ટ્રીઝમાં રહેતો હતો. પિતા નાનકભાઇ ત્યાં કારખાનામાં મજુરીકામ કરે છે. નાનકાભાઇને સંતાનમાં બે પુત્ર એક દીકરી છે. જેમાં ગઇકાલે પિતા કારખાનામાં કામ કરી રહ્યા હતા અને માતા ઘરમાં સાફ સફાઇ કરતી હતી ત્યારે પુત્ર સચીન રમતા રમતાં પાણીના કૂવા સુધી પહોંચી ગયો હતો અને અચાનક કૂવામાં પડયો હતો. પુત્રને કૂવામાં પડતા જોઇ જતાં પરિણીતાએ દોડીને તેમના પતિને જાણ કરી હતી અને પિતા પણ કૂવામાં પડયા હતાં અને ફાયરબ્રિગેડની મદદથી પુત્રને બહાર કાઢી ઝનાના હોસ્પિટલે ખસેડયો હતો પરંતુ જીવ બચ્યો નહોતો. પુત્રના મૃત્યુથી શ્રમિક પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement