For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફૂટબોલ વર્લ્ડ કપ કવોલિફિકેશન રાઉન્ડમાંથી ઇજાગ્રસ્ત જિંગાન બાકાત

03:08 PM May 11, 2024 IST | Bhumika
ફૂટબોલ વર્લ્ડ કપ કવોલિફિકેશન રાઉન્ડમાંથી ઇજાગ્રસ્ત જિંગાન બાકાત
Advertisement

સંભવિત યાદી જાહેર, 6 જૂનના કોલકાતામાં કુવૈત સામે મેચ

ફિફા વર્લ્ડ કપ 2026 પ્રાથમિક સંયુક્ત ક્વોલિફિકેશન રાઉન્ડની બે મેચ પૂર્વે ભારતીય પુરૂૂષ ફૂટબોલ ટીમના સંભવિત ખેલાડીઓની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાંથી સેન્ટ્રલ ડીફેન્ડર સંદેશ જિંગાનને બાકાત રાખવામાં આવ્યો છે. સંદેશ જિંગાનને અગાઉ જાન્યુઆરીમાં એશિયા કપમાં ભારતની સીરિયા સામેની ગ્રુપ મેચમાં જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી.

Advertisement

ભારતીય ફૂટબોલ ટીમના કોચ ઈગોર સ્ટિમેકે 15 સંભવિતોની બીજી યાદી જાહેર કરી હતી. ભારત પ્રાથમિક સંયુક્ત ક્વોલિફિકેશન રાઉન્ડમાં કુવૈત અને કતાર સામે રમશે. અગાઉ 26 સભ્યોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. પ્રથમ યાદીના ખેલાડીઓ 10મી મેથી ભુવનેશ્વર ખાતે કેમ્પમાં ટ્રેનિંગનો પ્રારંભ કરશે. બીજી યાદીમાં સંભવિત ખેલાડીઓનો સમાવેશ કરાયો છે તે મુંબઈ સિટી એફસી અને મોહન બગાન એસજીમાંથી છે જેઓ તાજેતરમાં ઈન્ડિયન સુપર લિગ ફાઈનલમાં રમ્યા હતા. 15 ખેલાડીઓ 15મી મેથી ભુવનેશ્વર કેમ્પમાં જોડાશે.
કુલ 41 સભ્યો નેશનલ કેમ્પમાં ભાગ લેશે. ભારતીય પુરૂૂષ ફૂટબલો ટીમ 6 જૂનના રોજ કોલકાતામાં કુવૈત સામે રમશે અને ત્યારબાદ ગ્રુપ એની અંતિમ બે મેચ માટે 11 જૂને કતાર સામે ટકરાશે. ભારત હાલમાં ગ્રુપમાં ચાર પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. બીજા રાઉન્ડ બાદ ટોચની બે ટીમો ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરના

Advertisement
Tags :
Advertisement
Advertisement