For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોટાદના હડદડ ગામે હુમલામાં ઘાયલ વૃદ્ધનું મોત: બનાવ હત્યામાં પલટાયો

12:12 PM Jun 21, 2024 IST | Bhumika
બોટાદના હડદડ ગામે હુમલામાં ઘાયલ વૃદ્ધનું મોત  બનાવ હત્યામાં પલટાયો
Advertisement

બુલેટનું સાયલેન્સર ગજવતા શખ્સને ઠપકો આપતા થયેલા જગડામાં છ શખ્સોએ પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો હતો

બોટાદ તાલુકાના હડદડ ગામે મોટા અવાજે બુલેટનું સાયલેન્સર ગજવવા બાબતે થયેલી માથાકુટમાં કાઠી દરબાર વૃધ્ધ ઉપર 6 શખ્સોએ કરેલા હુમલામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કાઠીદરબાર વૃધ્ધનું સારવાર દરમિયાન મોત થતાં આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જે મામલે બોટાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે હુમલામાં તેમના પુત્રના બન્ને પગ ભાંગી નાખવામાં આવ્યા હતાં.

Advertisement

સમગ્ર ઘટના અંદે હડદડ ગામે રહેતા અને ખેતીકામ કરતા રામકુભાઈ જીલુભાઈ ખાચરે નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજુભાઈ અનકભાઈ ખાચર, રાજવીર શીવકુભાઈ ખાચર, યોગીરાજ રણજીતભાઈ ખાચર અને તેની સાથેના ત્રણ અજાણ્યા એમ કુલ છ શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અને પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ રામકુભાઈના પિતા જીલુભાઈ આપાભાઈ ખાચર ઉ.વ.80 ઉપર આ છ શખ્સોએ ગત તા. 11-6ના રોજ સવારે હડદડ ગામે નવા માર્કેટીંગ યાર્ડ પાસે હુમલો કર્યાો હતો. બોટાદની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં જીલુભાઈની સારવાર અપાવ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેમને દાખલ કરવામાં આવ્યા હોય જેમનું ગત રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું અને આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

આ હત્યાના બનાવ અંગેનું કારણ રામકુભાઈએ જણાવ્યા મુજબ થોડા દિવસ પૂર્વે જીલુભાઈ પોતાના ઘર પાસે હતાં ત્યારે રાજુભાઈ અનકભાઈ ખાચર પોતાનું બુલેટ મોટરસાયકલ લઈને નિકળ્યો હોય અને સાયલેન્સરથી મોટો અવાજ કરીને ગજવતો હોય જે બાબતે તેને ઠપકો આપતા બોલાચાલી થઈ હતી. અને તેનો ખાર રાખીને આ ટોળકીએ જીલુભાઈ ઉપર હુમલો કરતા તેમનું ગંભીર ઈજા થવાથી મોત થયુ હતું.
મૃતક જીલુભાઈ સાથે જે તે વખતે તેમના પુત્ર રામકુભાઈ જીલુભાઈ ખાચર ઉ.વ.38ને પણ બન્ને પગે ઈજા થઈ હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement