For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સતત બીજા દિવસે મેઘ મહેરથી સૌરાષ્ટ્રના 37 ડેમમાં નવાં નીરની આવક

11:42 AM Jul 02, 2024 IST | Bhumika
સતત બીજા દિવસે મેઘ મહેરથી સૌરાષ્ટ્રના 37 ડેમમાં નવાં નીરની આવક
Advertisement

વેણુ-2માં 7.5, મોજમાં 4, સુરવોમાં 16, ભાદર 2 -ફુલઝરમાં 15, ઉમિયા સાગરમાં 12 ફૂટ નવું પાણી આવ્યું

સૌરાષ્ટ્રભરમાં સતત બીજા દિવસે મેઘ મહેર ચાલુ રહેતા વરસાદથી રાજકોટ ઈરીગેશન સર્કલ હસ્તકના 37 ડેમોમાં નવા નીરની આવક થઈ છે. રવિવાર રાત થી જ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જામી હતી. જેના પગલે રાત થી જ નદી નાળાઓ વહેવા લાગતા અનેક ડેમમાં પાણીની ધીમી આવક ચાલુ થઈ હતી. જેમાં વેણુ-2 ડેમમાં 7.5, મોજ ડેમમાં 4, સુરવો ડેમમાં 16, ભાદર 2 ડેમમાં 15, ફુલઝર ડેમમાં 15,ઉમિયા સાગરમાં 12 ફૂટ નવું પાણી આવ્યું છે. સૌરાષ્ટ્રના ભાદર ડેમમાં 0.62 ફૂટ નવું પાણી આવ્યું હતું. ફોફળ ડેમમાં 2.4 ફૂટ, આજી-3માં 3.41 ફૂટ, સોડવદર ડેમમાં 5.58 ફૂટ પાણી આવ્યું છે.

Advertisement

મોરબી જિલ્લાના 10 ડેમમાંથી છ ડેમમાં ભારે વરસાદને પગલે નવા પાણીની આવક થઈ હતી. સૌથી વધુ ડેમી-2 સીંચાઈ યોજનામાં 2.62 ફૂટ નવા પાણીની આવક થઈ હતી. ઘોડાધ્રોઇ ડેમમાં 3.44 ફૂટ નવા પાણીની આવક થઇ છે. જામનગર જિલ્લામાં 21 માંથી 17 ડેમમાં નવા નીર ઠલવાયા જામનગર જિલ્લામાં સૌથી વધુ ફુલઝર-1 ડેમમાં 15.5 ફૂટ નવા નીરની આવક થઇ છે. સપડામાં 6 ફૂટ, વિજરખી-ડાઇ મીણસરમાં 2 ફૂટ, વાડીસંગ ડેમાં 11.5 ફૂટ, ઉમિયા સાગરમાં 12.5 ફૂટ નવું પાણી આવ્યું છે.

ઉમિયાસાગર, મચ્છુ-3, બ્રાહ્મણી-2, આજી-2ના દરવાજા ખોલાયા
સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદને પગલે નાના ડેમ-નદીનાળા છલકાઈ ગયા હતાં. મોરબીમાં ભારે વરસાદથી ડેમમાં પાણી એકઠુ થતાં મચ્છુ-3નો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરનો વાંસલ ડેમ એક ફૂટેથી ઓવરફ્લો થયો હતો. રાજકોટ નજીક આજી-2 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. જામ જોધપુર નજીક ઉમિયાસગર ડેમના 2 દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. બ્રાહ્મણી-2 ડેમના 4 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા

Advertisement
Tags :
Advertisement
Advertisement