For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોંઘવારીનો માર, ખાદ્યચીજોના ભાવમાં 65 ટકાનો વધારો

11:28 AM Jun 22, 2024 IST | Bhumika
મોંઘવારીનો માર  ખાદ્યચીજોના ભાવમાં 65 ટકાનો વધારો
Advertisement

લાંબા હીટવેવના કારણે શાકભાજી રસોડામાંથી ગાયબ, અનાજ-ચોખા-કઠોળ પણ મોંઘાદાટ

દેશમાં મંદી વચ્ચે લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવની કારમી મોંઘવારીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં રોજગારીનું ખાસ સર્જન થયું નથી તેની સામે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં અધધધ કહી શકાય તેવો 65 ટકાનો વધારો નોંધાતા ગરીબ અને મધ્યમવર્ગ માટે ગુજરાન ચલાવલું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને દેશભરમાં પડેલા લાંબા હીટવેવના કારણે શાકભાજીના ભાવ ભડકે બળી ગયા છે. બટેટાના ભાવ અત્યાર સુધીની સૌથી નવી ઉંચાઈએ છે. તો કઠોળ-ચોખા અને અન્ય ખાદ્યચીજો પણ મોંઘી દાટ થઈ ગઈ છે.

Advertisement

ઉપભોક્તા બાબતોના મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ગયા વર્ષે 21 જૂને ચોખાની કિંમત 40 રૂૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે વધીને 45 રૂૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મગની દાળનો ભાવ 10 ટકા વધીને 109 રૂૂપિયા પ્રતિ કિલોથી 119 રૂૂપિયા થયો છે. મસૂર દાળનો ભાવ 92 રૂૂપિયાથી વધીને 94 રૂૂપિયા અને ખાંડનો ભાવ 43 રૂૂપિયાથી વધીને 45 રૂૂપિયા પ્રતિ કિલો થયો છે. દૂધ પણ 58 રૂૂપિયાથી વધીને 59 રૂૂપિયા પ્રતિ લીટર થયું છે. જો કે આ સમયગાળા દરમિયાન ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો થયો છે. સીંગતેલના ભાવ લગભગ સ્થિર છે. સરસવના તેલનો ભાવ રૂૂ. 142 થી ઘટીને રૂૂ. 139 પ્રતિ લીટર, સોયા તેલ રૂૂ. 132 થી ઘટીને રૂૂ. 124 પ્રતિ લીટર થયો છે. પામતેલનો ભાવ રૂૂ.106થી ઘટીને રૂૂ.100 થયો છે. ચાની કિંમતમાં પણ નજીવો વધારો 274 રૂૂપિયાથી 280 રૂૂપિયા થયો છે.

છૂટક બજારોના આંકડા દર્શાવે છે કે શાકભાજીના ભાવ પણ આસમાને છે. કોબીજ 80 રૂૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. રિટેલ માર્કેટમાં પરવલની કિંમત 60 રૂૂપિયા પ્રતિ કિલો છે. હાલ 60 રૂૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે.

ખાદ્યપદાર્થોની વધતી કિંમતોને કારણે એકંદરે છૂટક ફુગાવો ધીમો પડ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલ એમપીસી (મોનેટરી પોલિસી કમિટી) મિનિટ્સ અનુસાર, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આ મહિનાની શરૂૂઆતમાં એમપીસીની બેઠકમાં કહ્યું હતું કે, કોર રિટેલ ફુગાવો ઘટી રહ્યો છે, પરંતુ ગતિ ધીમી છે અને ફુગાવામાં ઘટાડાનો અંતિમ તબક્કો આવી રહ્યો છે. ધીમે ધીમે તે લાંબું થઈ રહ્યું છે. જો કે, માત્ર સામાન્ય ચોમાસું ભાવ દબાણને ઓછું કરી શકે છે.

જો ચોમાસું અપેક્ષા મુજબ ચાલુ રહેશે તો ઓગસ્ટથી શાકભાજી સસ્તી થઈ શકે છે.જોકે, પુરવઠાની ઘટને કારણે દૂધ, અનાજ અને કઠોળના ભાવ ઊંચા રહેવાની શકયતા છે. આગામી સિઝનમાં ઉત્પાદન ઘટવાને કારણે ખાંડના ભાવ પણ ઊંચા રહી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement