For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્લોવાકિયાના વડાપ્રધાન પર અંધાધૂંધ ગોળીબાર: હાલત ગંભીર, હુમલાખોર ઝબ્બે

11:08 AM May 16, 2024 IST | Bhumika
સ્લોવાકિયાના વડાપ્રધાન પર અંધાધૂંધ ગોળીબાર  હાલત ગંભીર  હુમલાખોર ઝબ્બે
Advertisement

સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ ઝુઝાના કેપુટોવાએ વડાપ્રધાન ફિકો પરના હુમલાની આકરી ટીકા કરી હતી અને હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે વડાપ્રધાનના ઝડપી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી. ગૃહમંત્રી મેથ્યુઝ સુતાજ એસ્ટોકે આ હુમલાને રાજકીય દુશ્મનાવટ ગણાવી હતી. પોલીસે હુમલાખોરને સ્થળ પર જ પકડી લીધો હતો અને હવે તેણે આ ભયાનક ઘટનાને શા માટે અંજામ આપ્યો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

અહેવાલ અનુસાર, વડાપ્રધાન ફિકો પર ગોળીબાર કરનાર હુમલાખોર 71 વર્ષનો વ્યક્તિ છે. પ્રાથમિક તપાસ મુજબ, તે દેશના પ્રખ્યાત લેખક છે અને સ્લોવાક લેખકોના સત્તાવાર સંઘના સભ્ય છે. તેમણે 3 કાવ્યસંગ્રહો લખ્યા છે અને તેઓ લુઈસ સિટીના રહેવાસી છે.

Advertisement

ડેયરના ગૃહમંત્રી માતેયુઝ સુતાજ એસ્ટોકે બુધવારે મીડિયા સમક્ષ હુમલાખોરની ઓળખ જાહેર કરી હતી.હુમલાખોર દુહા (રેઈન્બો) લિટરરી ક્લબનો સ્થાપક છે. રાઈટર્સ એસોસિએશને ફેસબુક પર પુષ્ટિ કરી છે કે વડાપ્રધાન પર ગોળીબાર કરનાર વ્યક્તિ 2015 થી એસોસિએશનનો સભ્ય છે. હુમલાખોરના પુત્રએ સ્લોવાક ન્યૂઝ સાઇટને જણાવ્યું કે તેને ખબર નથી કે તેના પિતા શું વિચારી રહ્યા છે. તેમણે શું પ્લાનિંગ કર્યું હતું અને તેમણે શા માટે આ કૃત્ય કર્યું. હા, તેમની પાસે લાયસન્સવાળી રિવોલ્વર હતી, તેને આ અંગે જાણકારી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement