For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકાના સુપરમાર્કેટમાં અંધાધૂંધ ફાયરીંગ: 2ના મોત, હુમલાખોર સહિત 7 ઈજાગ્રસ્ત

10:28 AM Jun 22, 2024 IST | Bhumika
અમેરિકાના સુપરમાર્કેટમાં અંધાધૂંધ ફાયરીંગ  2ના મોત  હુમલાખોર સહિત 7 ઈજાગ્રસ્ત
Advertisement

અમેરિકામાં ફરીએકવાર ફાયરીંગની ઘટના સામે આવી છે. અમેરિકામાં અર્કાન્સસમાં ગીલ કાલે એક કરિયાણાની દુકાનમાં અંધાધૂંધ ફાયરીંગનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં બે લોકો મૃત્યુ પામ્યા. જ્યારે હુમલાખોર અને સુરક્ષાકર્મી સહિત સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે કહ્યું કે હુમલાખોર પણ ઇજાગ્રસ્ત થયો હતો અને તેની ધરપકડ કીર લેવામાં આવી છે. ઈજાગ્રસ્ત લોકોમાં કોઈની હાલત ગંભીર નથી એટલે ખતરો ટળી ગયો છે.

પોલીસે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન કાયદા અમલીકરણ અધિકારીને પણ ગોળી વાગી હતી પરંતુ તેની હાલત નાજુક નથી. અરકાનસાસના ગવર્નર સારાહ હકાબી સેન્ડર્સે કહ્યું કે તેમને ગોળીબારની માહિતી મળી છે.

Advertisement

બીજી બાજુ ગવર્નર સારા હુકાબી સેન્ડર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે મને આ ઘટના વિશે જાણકારી મળી. હું લોકોના જીવ બચાવવા બદલ તપાસ એજન્સીઓ અને સુરક્ષાકર્મીઓ પ્રત્યે આભારી છું. હું પીડિતો પ્રત્યે પણ સહાનુભૂતિ વ્યક્ત કરું છું.

Advertisement
Tags :
Advertisement
Advertisement